નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ શોધી કાઢી એવી રીત કે ધરતીમાં દટાયેલું સોનુ નીકળશે બહાર નીકળશે. વૈજ્ઞાનિકોએ સોનાના અણુઓમાં ગતિશીલતાનું અવલોકન કર્યું. આ માટે વૈજ્ઞાનિકોએ સલ્ફર યુક્ત પ્રવાહીનો ઉપયોગ કર્યો. એ દિવસ દૂર નથી જ્યારે પૃથ્વીની નીચે 30 થી 50 માઈલ દટાયેલું સોનું ખોદી કાઢવામાં આવશે. વૈજ્ઞાનિકોએ પૃથ્વી પરથી સોનું કાઢવાની એક નવી પદ્ધતિ શોધી કાઢી છે. દુનિયાની સૌથી કિંમતી ધાતુ સોનું છે. જેની પાસે વધુ સોનું છે તેને વધુ ધનવાન ગણવામાં આવે છે. ધરતી નીચે કરોડો ટન સોનું દટાયેલું છે, જો તે જનતામાં વહેંચવામાં આવે તો દરેક વ્યક્તિ ધનવાન બની જશે,
પણ આ સોનું ક્યાં છે? પૃથ્વી નીચે દટાયેલા આ સોનાને કાઢવા માટે કોઈ મશીન બનાવવામાં આવ્યું નથી, પરંતુ વિજ્ઞાને આ માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. અહેવાલ મુજબ, સોનું પૃથ્વીની સપાટી નીચે ઊંડે દટાયેલું છે. વૈજ્ઞાનિકોની એક ટીમે એક એવું મૉડલ બનાવ્યું છે જેની મદદથી પૃથ્વીમાં દટાયેલું સોનું બહાર કાઢી શકાય છે. મિશિગન યૂનિવર્સિટીના વૈજ્ઞાનિક એડમ સિમોનની ટીમ, જેમાં ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ અને ચીનના વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે, તેમણે આ રહસ્ય ઉકેલી નાખ્યું છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પૃથ્વીમાં જે જગ્યાએ સોનું હોય છે, ત્યાં દબાણ અને તાપમાન ખૂબ વધારે હોય છે અને વધુમાં, સોનું સામાન્ય રીતે અન્ય કોઈપણ ધાતુ સાથે પ્રતિક્રિયા આપતું નથી.વૈજ્ઞાનિકોએ સોનાના અણુઓમાં ગતિશીલતાનું અવલોકન કર્યું. આ માટે વૈજ્ઞાનિકોએ સલ્ફર યુક્ત પ્રવાહીનો ઉપયોગ કર્યો, જેના કારણે આ બંને પદાર્થો સપાટી તરફ ઉપર આવવા લાગ્યા. સલ્ફર પ્રવાહી અને સોનાના પરમાણુઓ પર કરવામાં આવેલ આ પ્રયોગ વૈજ્ઞાનિકો માટે એક મોટી આશા બની ગયો છે. એ દિવસ દૂર નથી જ્યારે પૃથ્વીની નીચે 30 થી 50 માઈલ દટાયેલું સોનું ખોદી કાઢવામાં આવશે. જો કે આ આખો પ્રયોગ વિજ્ઞાન પ્રયોગશાળામાં કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારે આ સોનું ખરેખર જમીનની નીચેથી કાઢવામાં આવે છે, ત્યારે તેમાં ઘણો સમય લાગી શકે છે.