Schools of Tomorrow : ડિજિટલ યુગ માટે શિક્ષણની નવીનતા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદમાં એક્સ્ટ્રામાર્ક્સ દ્વારા સ્કૂલ્સ ઑફ ટુમોરો કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં “ઈનોવેટિંગ ટુમોરોઝ એજ્યુકેશન ટુડે” થીમ હેઠળ શિક્ષણના ભાવિ વિશે ચર્ચા કરવા શિક્ષણ નેતાઓને ભેગા કર્યા હતા. એક્સ્ટ્રામાર્ક્સ એજ્યુકેશનના ચીફ બિઝનેસ ઓફિસર સુશ્રી પૂનમ સિંહ જામવાલે શાળામાં ડિજિટલ એકીકરણ અને આગામી પેઢીને ઘડવામાં વ્યક્તિગત શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેણીએ લેગસી શાળાઓને શાળાના ધ્યેયો હાંસલ કરવા નિર્ભયતાથી અને સર્વગ્રાહી રીતે ટેક્નોલોજી અપનાવવા પ્રોત્સાહિત કર્યા.

Schools for tomorrow


નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP), વર્ગખંડોમાં ટેક્નોલોજીનું એકીકરણ અને સર્જનાત્મકતાને ઉત્તેજન આપવા પર કેન્દ્રિત ચર્ચાઓ. નિષ્ણાંતોએ રોટે લર્નિંગમાંથી વૈચારિક સમજ તરફ વળવા માટે આહવાન કર્યું હતું અને વિવેચનાત્મક વિચારસરણીને પોષવા માટે શાળાઓ, માતાપિતા અને વિદ્યાર્થીઓ વચ્ચે સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. દરેક વિદ્યાર્થી ડિજિટલ યુગમાં વિકાસ પામે તેની ખાતરી કરવા માટે એકીકૃત કોલ ટુ એક્શન સાથે કોન્કલેવનું સમાપન થયું.

Share This Article