દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈંડિયાની નેટ બેન્કીંગ સહિત કેટલીય સર્વિસ સોમવાર સવારથી જ ડાઉન છે. કેટલાય યુઝર્સ ફંડ ટ્રાંસફરમાં આવતી મુશ્કેલીઓની ફરિયાદ પણ કરી રહ્યા છે. એસબીઆઈની નેટ બેન્કીંગ સર્વિસ ઉપરાંત યૂપીઆઈ અને યોનો એપ સર્વિસ પણ ડાઉન છે. INB /YONO/UPIની સર્વિસને એનુઅલ ક્લોઝિંગના કારણે ૧ એપ્રિલે લગભગ ૩ કલાક સુધી બેન્ક દ્વારા બંધ કરી દેવામાં આવી હતી.
એસબીઆઈએ હાલમાં પણ સત્તાવાર રીતે તેનો સ્વીકાર કર્યો નથી. છેલ્લી ૫ લેવડદેવડનું મિની સ્ટેટમેંટ પ્રાપ્ત કરવા માટે માટે ગ્રાહક ૯૧૯૨૨૩૭૬૬૬૬૬ પર મિસ્ડ કોલ આપી શકે છે અથવા ૯૧૯૨૨૩૭૬૬૬૬૬ પર ‘MSTMT’ SMS મોકલી શકો છો.