ભારતીય સ્ટેટ બેંક ઘ્વારા તેમના ગ્રાહકોને મોટી ખુશખબર આપતા લાંબા સમય માટે કરવામાં આવેલી ડિપોઝીટ પર મળતા વ્યાજદરોમાં વધારો કર્યો છે.
એસબીઆઈ ઘ્વારા લાંબા સમયની ટર્મ અને બલ્ક ડિપોઝીટ પર વ્યાજદર વધાર્યું છે. એસબીઆઈ ગ્રાહકો માટે સારા સમાચાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા પોતાની વેબસાઈટ પર નવા વ્યાજદરો વિશે જાણકારી આપી છે. આ જાણકારી અનુસાર ગ્રાહકોને વધુ વ્યાજ મળશે. જો તમે બેંકમાં એક કરોડ અથવા તેના કરતા વધારે રકમ જમા કરાવો છો તો તમને 6.6 ટકાના હિસાબે વ્યાજ મળશે. બેંક ઘ્વારા જણાવ્યા અનુસાર 1 કરોડ કરતા ઓછી ડોમેસ્ટિક ટર્મ ડિપોઝીટ 2-3 વર્ષની જમા યોજના પર 6.6 ટકા વ્યાજ મળશે.
સિનિયર સીટીઝન માટે બેંક દ્વારા સિનિયર સીટીઝન ને મળતા વ્યાજને 7 ટકા થી વધારીને 7.10 ટકા કરી નાખવામાં આવ્યું છે. બેંક દ્વારા 3 થી 5 વર્ષ માટે જમા રાશિ પર વ્યાજ 6.5 ટકા થી વધારીને 6.7 ટકા કરી નાખવામાં આવ્યું છે ઉપરાંત 5-10 વર્ષ માટે જમા વ્યાજદર 6.5 થી વધારીને 6.75 કરી દેવામાં આવ્યું છે. જયારે સિનિયર સીટીઝન ને આ પ્લાન હેઠળ 7.25 ટકા વ્યાજ મળશે. એસબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવેલા આ દર 28 માર્ચ થી લાગુ થઇ ચુક્યા છે.