૩૬ ગંભીર બિમારીઓને કવર કરતો એસબીઆઈ લાઇફ પૂર્ણ સુરક્ષા પ્લાન લોંચ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ દ્વારા લોંચ કરવામાં આવ્યો  એસબીઆઈ લાઇફ પૂર્ણ સુરક્ષા પ્લાન        

એસબીઆઈ લાઇફપૂર્ણ સુરક્ષા પ્લાનની મુખ્ય વિશેષતાઓઃ

  • પરિવારની આર્થિકતાને સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
  • લાઇફ કવર અને ગંભીર બિમારીના કવરનો બેંવડો લાભ
  • ઇનબિલ્ટ ઓટો રિબેલેન્સિંગની સુવિધા
  • ગંભીર બિમારીના નિદાન પર પ્રિમિયમ ભરવામાંથી મુક્તિ

અમદાવાદઃ સૌથી વિશ્ર્વસનીય ખાનગી જીવન વીમા કંપનીઓમાની એક એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે આજે તેમના અનોખા બિન જોડાયેલ, બિન સહભાગી ટર્મ એશ્યોરન્સ પ્લાન એસબીઆઈ લાઇફપૂર્ણ સુરક્ષા પ્લાન જેમાં ગંભીર બિમારીના કવરની સુવિધા પણ છે, તેવા પ્લાનની રજૂઆતની જાહેરાત કરી હતી. એસબીઆઈ લાઇફ પૂર્ણ સુરક્ષા પ્લાન વ્યક્તિને લાઇફ કવર અને ગંભીર બિમારીના કવર આપે છે. આ પોલિસીમાં 36 ગંભીર બિમારીઓના કવરની સુવિધા છે, જે વ્યક્તિને તેની આર્થિક સુરક્ષા સુરક્ષિત કરવામાં મદદ કરે છે, જેમાં ઉંમર વધે તેમ તેમ ઇનબિલ્ટ ઓટો રિબેલેન્સિંગની સુવિધા પણ છે.

આ પ્લાનની રજૂઆત પ્રસંગે બોલતા એસબીઆઈ લાઇફ-ઝોન 1ના પ્રમુખ, શ્રી રવિ ક્રિશ્નામૂર્તિએ જણાવ્યું હતું કે, એસબીઆઈ લાઇફ ગ્રાહક કેન્દ્રીત સંસ્થા હોવાથી તે તેમના ગ્રાહકોને એવા ઉત્પાદનો પ્રદાન કરવાનો પ્રયત્ન કરે છે જે હંમેશા તેમને શ્રેષ્ઠ લાભ આપે છે અને તેમની વધતી જરૂરિયાતોની કાળજી પણ લે છે. એક વ્યક્તિના જીવનના પ્રારંભિક વર્ષોમાં ઘરની લોન, શિક્ષણ માટેની લોન જેવી વિવિધ જરૂરિયાતો અગ્રસ્થાને હોય છે, જેની માટે પર્યાપ્ત જીવન કવરની આવશ્યકતા હોય છે. પરંતુ જેમ જેમ તેઓ જીવનમાં પ્રગતિ કરે છે, તેમ તેમ તેમની જવાબદારીઓ ઓછી થતી જાય છે અને ગંભીર બિમારીઓની સંભાવના વધતી જાય છે. તે સમયે એસબીઆઈની આ યોજના ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને તેમના ઓટો રિબેલેન્સીંગની વિશેષતા સાથે કુશળતાપૂર્વક અપનાવી લે છે. આ ઉત્પાદન આર્થિક સુરક્ષાની જરૂરિયાત પૂર્ણ કરવાની સાથે સાથે ગંભીર બિમારીઓને કારણે થતા સ્વાસ્થ્ય સંબંધીત ખર્ચમાં પણ મદદ કરે છે.

ગંભીર બિમારીના નિદાનના કિસ્સામાં આ યોજના ભવિષ્યના પ્રિમિયમની ચૂકવણીની માફી આપે છે અને તેમ છતાં જીવન કવર ચાલુ રાખે છે, જેને કારણે ગ્રાહકને સારવાર અને બિમારીમાંથી મુક્તિ મેળવવામાં મદદ મળે છે.

એસબીઆઈ લાઇફ પૂર્ણ સુરક્ષા પ્લાન વ્યક્તિને તેની અનુકૂળતા મુજબ પ્રિમિયમની ચૂકવણીની મુદત સ્કિમ, અર્ધ વાર્ષિક અને વાર્ષિકની પસંદગી કરવાની તક આપે છે. વ્યક્તિની જરૂરિયાત મુજબ પોલિસીની મુદત પણ 10, 15, 20, 25 અને 30 વર્ષની રાખવામાં આવી છે. આ યોજનાનો બીજો લાભ એ છે કે સમગ્ર પોલિસીની મુદત દરમિયાન ઉંમર વધવાની સાથે અને ગંભીર બિમારીઓના કવરની સાથે પણ પ્રિમિયમ યથાવત જ રહે છે. જોકે જ્યારે ગંભીર બિમારીના કવરમાં વધારો થાય છે, ત્યારે જીવન કવરને સમાન રકમ દ્વારા એવી રીતે ઘટાડવામાં આવે છે કે જેમાં સમગ્ર પોલિસીની મુદત દરમિયાન કુલ કવર સરખુ જ રહે છે. એસબીઆઈ લાઇફ-પૂર્ણ સુરક્ષા યોજના વીમાધારકને ગંભીર બિમારીઓની વીમાની રકમ જે અન્ય કોઈ પણ સ્વાસ્થ્ય વીમાથી સ્વતંત્ર ગણાય છે તે એકસામટા લાભ તરીકે વાસ્તવિક બિલની રકમને ધ્યાનમાં લીધા વગર ચૂકવે છે. તે પોલિસીધારકને આયકરની કલમ 80સી અને કલમ 80ડી હેઠળ પ્રવર્તમાન કરવેરાના લાભ પણ આપે છે.

Share This Article