દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ એક એવુ ATM કાર્ડ લાવ્યું છે જેના સ્વયં નિયંત્રિત કરી શકાય છો. બેંક તેમના એકાઉન્ટ ધારકોને આ એટીએમ આપી રહી છે. એસબીઆઇ તેની આ સુવિધા એક એપ્લિકેશન, એસબીઆઈ ક્વિક દ્વારા પૂરી પાડશે. એસબીઆઇ ક્વિકમાં એટીએમ કાર્ડ માટે ઘણી સુવિધાઓ છે.
આ એપ્લિકેશન તમારા એટીએમ કાર્ડને બ્લૉક, ચાલુ અથવા બંધ કરવાની અને એટીએમ પિન બનાવવાની સુવિધા પૂરી પાડે છે. તેનો અર્થ એ કે તમે માત્ર તમારા સ્માર્ટફોનથી કાર્ડને સુરક્ષિત કરી શકો છો જો કે, આ એપ્લિકેશનનો ઉપયોગ ત્યારે જ થઈ શકે છે કે જેના પર આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ છે તે મોબાઇલ નંબર બેંકમાં રજીસ્ટર થયેલ હોય.
આ એપ્લિકેશનને શરૂ કરવા માટે તમારે એમાં જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે. આ માટે તમારે એપ્લિકેશનના રજીસ્ટર ફીચર્સમાં જઇને નંબર એપ ડાઉનલોડ કરી છે તેમાં એન્ટર કરવુ પડશે. ત્યારબાદ તમારી નોંધણી થશે. કાર્ડ બ્લૉકિંગ કેવી રીતે થશે: જો તમારું એટીએમ કાર્ડ ખોવાઈ જાય અને તમે તેને બ્લૉક કરવા માંગો, તો તમારે એપના એટીએમ કમ ડેબિટ કાર્ડ ફીચર્સમાં જઇને એટીએમ કાર્ડ બ્લૉકને પસંદ કરવુ પડશે અને ત્યારબાદ, તમારા કાર્ડના છેલ્લા 4 અંકોને એન્ટર કરી કન્ટિન્યુને પસંદ કરવુ પડશે.
આ સેવા માટે તમારે ચાર્જ પણ ચૂકવવો પડશે. એટીએમ કાર્ડ, એટીએમ મશીન, POS મશીન, ઈ-કૉમર્સ, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઉપયોગ માટે એટીએમ કાર્ડને ચાલુ અથવા બંધ કરી શકો છો. એટીએમ નિયંત્રણ ઉપરાંત, એસબીઆઇ ક્વિકમાં બેલેન્સની તપાસ, મિનિ સ્ટેટમેન્ટ, હોમ લોન-હોમ, ની માહિતી મેળવવા સુરક્ષા યોજનાઓ, એકાઉન્ટ ડિટરજિસ્ટર, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, હોમ લોનના વ્યાજનું પ્રમાણપત્ર અને શિક્ષણ લોન પ્રમાણપત્રો ઇ-મેઇલ દ્વારા મેળવવાની સુવિધાઓ પણ છે.