ભારતની અગ્રણી જનરલ ઈન્શ્યુરન્સ કંપનીમાંથી એક એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સે જેએસડબ્લ્યુ ઈન્સ્પાયર ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ (જેએસડબ્લ્યુ આઈઆઈએસ) સાથે નવો સહયોગ, ઈન્સ્પાયર વિંટર સ્પોર્ટસ એક્સલન્સ પ્રોગ્રામ (આઈડબ્લ્યુએસઈપી)ને ટેકો જાહેર કર્યો છે, જે આગામી વિંટર ઓલિમ્પિક્સ 2026 માટે તૈયારી કરતા એથ્લીટ્સને તાલીમબદ્ધ, માર્ગદર્શન અને સપોર્ટ કરશે, જેને લઈ ભારતીય સ્પોર્ટસના બેજોડ જોશમાં એસબીઆઈનું યોગદાન વધુ મજબૂત બનશે. વિંટર ઓલિમ્પિક્સ માટે એથ્લીટ્સને તૈયાર અને અભિમુખ બનાવવા માટે આ ટેકો નવી પહેલ છે.
એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના સંપૂર્ણ સમયના ડાયરેક્ટર શ્રી આનંદ પેજાવરે આ સહયોગ પર બોલતાં જણાવ્યું હતું કે, “ભારત જીવનનાં સર્વ ક્ષેત્રની વૈવિધ્યપૂર્ણ પ્રતિભાઓ સાથેની ધરતી છે. ભારતીય રમતવીરોએ વિવિધ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં અને વિવિધ પ્રકારની રમતોમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. એસબીઆઈ જનરલમાં અમે ખાસ કરીને હાલમાં વધુ દ્રષ્ટિગોચરતા નથી ધરાવતી, જેને કારણે નાણાકીય આધાર નબળો મળે છે એવી રમતોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. આ સંબંધમાં એસબીઆઈજી આપણા દેશ માટે સમૃદ્ધ સ્પોર્ટિંગ વારસો છોડશે એવા યુવા એથ્લીટ્સને ટેકો આપીને ભારતમાં વિંટર સ્પોર્ટસને ટેકો આપવા અને જોશ વધારવા માટે ખુશી અનુભવી છે. અમે માનીએ છીએ કે રમતોની આ શ્રેણીને ટેકો આપવાથી એથ્લીટ્સ તેમની અસલી સંભાવના સાકાર કરવા ભાગ લેશે અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ખાસ કરીને વિંટર સ્પોર્ટસ માટે સ્પોર્ટિંગની સર્વોચ્ચ સપાટી પર દેશનું પ્રતિનિધિત્વ કરશે.”
એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ સાથે સહયોગનું સ્વાગત કરતાં જેએસડબ્લ્યુ સ્પોર્ટસના સીઈઓ મુસ્તફા ઘઉસે જણાવ્યું હતું કે, “ગત વિંટર ઓલિમ્પિક્સમાં બિલ્ડ-અપમાં અલ્પાઈન સ્કાયર આરીફ ખાનને અમે ટેકો આપ્યો હતો અને તેણે સફળતા હાંસલ કરી હતી તે જોઈને વિંટર સ્પોર્ટસના વિકાસમાં ઊંડાણથી ઊતરવાનો અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. ધ ઈન્સ્પાયર વિંટર સ્પોર્ટસ એક્સલન્સ પ્રોગ્રામ આરીફ સાથે તે તબક્કાનું ઓફફ- શૂટ છે. ઈન્સ્પાયર ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટની સ્થાપના થઈ ત્યારથી આપણે આપણા એથ્લીટ્સ, બોક્સરો, રેસલરો અને જુડોકાઝની કામગીરીને નવી ઊંચાઈએ પહોંચતી જોઈ રહ્યા છીએ અને ઈન્સ્પાયર વિંટર સ્પોર્ટસ એક્સલન્સ પ્રોગ્રામ તે દિશામાં મોટું પગલું છે. અમને અમારા ધ્યેયમાં સાથ આપવા અને અમારી સાથે ભાગીદારી કરવા માટે એસબીઆઈ જનરલ આગળ આવી તેની બેહદ ખુશી છે, કારણ કે એકત્ર મળીને અમે અમારા વિંટર સ્પોર્ટ એથ્લીટ્સને જરૂરી આધાર આપવાનો પ્રયાસ કરીશું.”
સીએસઆર પ્રોગ્રામ હેઠળ આ સહયોગ થકી એસબીઆઈ જનરલે ભારતમાં વિંટર સ્પોર્ટસનો ચહેરો અને બીજિંગ 2022 વિંટર ઓલિમ્પિક્સમાં સ્પર્ધા કરનાર એકમાત્ર ભારતીય એથ્લીટ આરીફ ખાન સહિત 4 એથ્લીટ્સને ટેકો આપ્યો છે. અન્ય એથ્લીટ્સમાં ઝાઈન સૈયદ, ફૈઝાન અહમદ લોણે અને મેહરાજ ખાનનો સમાવેશ થાય છે. કંપનીએ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ ઈવેન્ટ્સમાં વિંટર સ્પોર્ટસ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જેએસડબ્લ્યુ સ્પોર્ટસ સાથે લાંબા ગાળાનો સહયોગ સાધ્યો છે. પસંદ કરેલા એથ્લીટ્સને ઈન્સ્પાયર ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ ખાતે સ્પોર્ટસ સાયન્સ સપોર્ટ અને ઓફફ-સીઝન કંડિશનિંગ ટ્રેનિંગ સાથે આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલો દ્વારા તૈયાર કરાયેલા તૈયાર કોચિંગ થકી પસાર કરાશે. પ્રોફેશનલ કોચ એથ્લીટ્સને તેમની સ્પર્ધા માટે તૈયાર કરવા નિયમિત ધોરણે ઉચ્ચ ગુણવત્તાની ઈવેન્ટ્સમાં સહભાગ અને પ્રવાસ સહિત તેમની શારીરિક અને ટેક્નિકલ પ્રગતિનું મૂલ્યાંકન કરશે.