ભારતની અગ્રણી જનરલ ઈન્શ્યુરન્સ કંપનીમાંથી એક એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ દ્વારા એસબીઆઈ જનરલ શ્યોરિટી બોન્ડ બીમા (શરતી અનેબિનશરતી) વીમા યોજના રજૂ કરવામાં આવી છે. આ યોજના પ્રોજેક્ટના બિડિંગના તબક્કામાં અથવા કામગીરીની તબક્કા દરમિયાન ઠેકેદારો દ્વારા નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા સામે રક્ષણ પૂરું પાડે તે રીતે તૈયાર કરવામાં આવી છે.
એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના સંપૂર્ણ સમયના ડાયરેક્ટર આનંદ પેજાવરે જણાવ્યું હતું, “ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રએ તાજેતરનાં વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ બતાવી છે, જેને લઈ ભારતમાં આર્થિક પ્રવૃત્તિની એકંદર વૃદ્ધિમાં પૂરતું યોગદાન આપ્યું છે. એસબીઆઈ જનરલમાં અમે અમારા ગ્રાહકોને નાવીન્યપૂર્ણ જોખમ સમાધાન પૂરું પાડવામાં આગેવાન છીએ. એસબીઆઈ જનરલ શ્યોરિટી બોન્ડ બીમા થકી અમને વિશ્વાસ છે કે આ યોજના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે અસરકારક સાધન બની રહેશે. કરારમાં સંકળાયેલી બધી પાર્ટીઓ માટે શ્યોરિટી બોન્ડ્સ નાણાકીય સલામતી, જોખમ નાબૂદી અને મનની શાંતિ આપે છે. તેમનો વિશ્વાસ, સ્થિરતા અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની કાર્યક્ષમતા વધે છે, જેને લીધઝે રાષ્ટ્રના એકંદર વિકાસ અને સમૃદ્ધિમાં તેઓ યોગદાન આપે છે.”
શ્યોરિટી ઈન્શ્યુરન્સ યોજનામાં વ્યાપક શ્રેણીના બોન્ડ્સનો સમાવેશ થાય છે, જેમ કે, બિડ બોન્ડ્સ, એડવાન્સ, પેમેન્ટ બોન્ડ, પરફોર્મન્સ બોન્ડ અને રિટેન્શન મની બોન્ડ. ઉપરાંત યોજનામાં બે પ્રકાર ઉપલબ્ધ છે, જેમાં શરતી અને બિનશરતીનો સમાવેશ થાય છે. શરતી બોન્ડમાં નિર્દિષ્ટ રકમ વિશિષ્ટ સ્થિતિઓ ઉદભવે ત્યારે દાવા પર લાભાર્થીને ચૂકવવામાં આવે છે, જ્યારે બિનશરતી બોન્ડ કોઈ પણ શરત વિના નાણાંનો દાવો લાભાર્થીને મેળવવામાં સહાયરૂપ થાય છે.
આ યોજના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધારવાના સરકારના ધ્યેયના પ્રતિસાદમાં વિકસાવવામાં આવી છે. શ્યોરિટી ઈન્શ્યુરન્સ પ્રોજેક્ટના માલિકને ઠેકેદાર સંમત નિયમો અને શરતો અનુસાર પ્રોજેક્ટ પૂર્ણ કરશે એવા શ્યોરિટી બોન્ડના સ્વરૂપમાં બાંયધરી આપે છે. આ યોજના ઠેકેદાર તેની કામગીરી પૂર્ણ નહીં કરી શકે અને કરારના કસૂરના સંજોગોમાં નાણાકીય સન્મુખતા માટે ઠેકેદારને વીમિત કરે તે રીતે તૈયાર કરવામાં આવી છે. ઠેકેદાર તેને અપાયેલા પ્રોજેક્ટમાં તેમની જવાબદારી પૂર્ણ કરે તેની ખાતરી રાખે છે, જેને લીધે લાભાર્થીને નાણાકીય સલામતી પૂરી પાડે છે. વ્યક્તિગત પ્રોજેક્ટ્સ પર પ્રોજેક્ટના માલિકોને મનની શાંતિ આપીને શ્યોરિટી બોન્ડ્સ પ્રોજેક્ટનાં સફળ અને કાર્યક્ષમ પરિણામોને પ્રમોટ કરવામાં મદદ કરે છે.