ભારતની અગ્રણી જનરલ ઈન્શ્યુરન્સ કંપનીમાંથી એક એસબીઆઈ જનરલ દ્વારા સ્થાનિકોમાં બહેતર વીમા સાક્ષરતાની ખાતરી રાખવા માટે અરુણાચલ પ્રદેશના નામસાઈમાં વીમા જાગૃતિ ઝુંબેશ શરૂ કરવાં આવી છે. આ સમયે એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના એમડી અને સીઈઓ શ્રી પીસી કંદપાલ (વર્ચ્યુઅલી), નામસાઈ જિલ્લાના ડેપ્યુટી કમિશનર શ્રી આર કે શર્મા, એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના બ્રાન્ડ અને કોર્પોરેટ કમ્યુનિકેશન્સના હેડ શ્રીમતી શેફાલી ખાલસા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.
આરઆઈડીએઆઈ દ્વારા પસંદ કરેલી અને સૂચિત પ્રદેશોમાં વીમા જાગૃતિ વધારવાની ઝુંબેશ ચલાવવા માટે એસબીઆઈ જનરલ એક પ્રમુખ વીમા કંપની છે. Namasai.nic.in અનુસાર અરુણાચલ પ્રદેશમાં નામસાઈ 95,940ની વસતિ અને 54.24 ટકા સાક્ષરતા સાથે દ્વિતીય સૌથી ઓછી વસતિ ધરાવતો પ્રદેશ છે. આ પ્રદેશમાં નાણાકીય નિયોજન અને વીમાની સમજદારી વધારી શકાય એમ છે એ ધ્યાનમાં લેતાં એસબીઆઈ જનરલે વિવિધ સ્થાનિક સંપર્ક સ્થળોમાં પહેલો થકી નામસાઈમાં જાગૃતિ ઝુંબેશ ચલાવવાનું અને વીમાની પહોંચ મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એક વર્ષ લાંબી ચાલનારી જાગૃતિ ઝુંબેશ ચારમુખી અભિગમ સાથે તૈયાર કરવામાં આવી છે. આ ઝુંબેશ આરંભિક સત્ર સાથે શરૂ કરવામાં આવી છે, જે પછી નુક્કડ નાટિકા, સ્કૂલ સંપર્ક કાર્યક્રમ, મંડીઓ અને પંચાયતોમાં સહભાગ કાર્યક્રમ અને ઘણી બધી અન્ય પ્રવૃત્તિઓ સહિત વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.
એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના એમડી અને સીઈઓ પી સી કંદપાલે જણાવ્યું હતું કે “એસબીઆઈ જનરલ અરુણાચલ પ્રદેશમાં 18મો જિલ્લો નામસાઈમાં વીમા જાગૃતિ ફેલાવવા માટે આ ઝુંબેશ ઉપાડવા માટે ખુશી અનુભવે છે. અમે રિ–ભોઈ, મેઘાલયથી આ વીમા જાગૃતિ ઝુંબેશ શરૂ કરી હતી અને પ્રવૃત્તિઓની સફળતા સાથે અમે નામસાઈમાં ઘણી બધી લોન્ચ ઈવેન્ટ અને આવી જ પ્રવૃત્તિઓ શરૂ કરવા ખુશ અનુભવીએ છીએ. અમારું લક્ષ્ય પ્રદેશમાં દરેક પરિવાર વીમાના લાભોને સમજે અને સંરક્ષિત ભવિષ્ય નિર્માણ કરવાની જરૂરને સમજે તે છે. એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ આવી પહેલો થકી રાષ્ટ્રનિર્માણ અને વીમા પહોંચને ટેકો આપવા માટે કટિબદ્ધ રહેશે.”
નામસાઈ ખાતે વીમા જાગૃતિ લોન્ચ ઈવેન્ટમાં નામસાઈના મહેમાનો અને સ્થાનિક સમુદાયો આવ્યા હતા.
એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ વિશેઃ
એસબીઆઈ જનરલ એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ ખાતે એસબીઆઈની મજબૂત ટકાવારી સાથે ઝડપથી વૃદ્ધિ પામતી ખાનગી જનરલ વીમા કંપનીમાંથી એક છે, જે વિશ્વાસ અને ભરોસાનો વારસો આગળ લઈ જવા અને પરિવર્તનશીલ ભારત માટે સૌથી ભરોસાપાત્ર જનરલ વીમા કંપની બનવાનો ધ્યેય ધરાવે છે.
2009માં સ્થાપના થઈ ત્યારથી 2011માં 17 શાખા પરથી અમે દેશવ્યાપી અમારી હાજરી 137 શાખા સુધી વધારી છે. આજ સુધી અમે આશરે 8.7 કરોડ ગ્રાહકોને સેવા આપી છે.
અમે બેન્કએશ્યોરન્સ, એજન્સી, બ્રોકિંગ અને રિટેઈલ ડાયરેક્ટ ચેનલોનો સમાવેશ ધરાવતું મજબૂત બહુવિતરણ મોડેલનનું પાલન કરીએ છીએ. વિતરણ નેટવર્કનેમોરચે અમારા મજબૂત વિતરણ ભાગીદારો ભારતના ખૂણેખાંચરે અમારી પહોંચ વધારી રહ્યા છે, જેમાં એસબીઆઈનું લગભગ 22,000 શાખાઓનું નેટવર્ક છે, એજન્ટો, અન્ય ફાઈનાન્શિયલ, ઓઈએમ અને ડિજિટલ ભાગીદારોનો સમાવેશ થાય છે.
અમે હાલમાં ત્રણ મુખ્ય ગ્રાહક સેગમેન્ટ્સમાં કામ કરીએ છીએ, જેમાં રિટેઈલ સેગમેન્ટ (વ્યક્તિગતો અને પરિવારો માટે), કોર્પોરેટ સેગમેન્ટ (મધ્યમથી વિશાળ આકારની કંપનીઓ માટે) અને એસએમઈ સેગમેન્ટનો સમાવેશ થાય છે અને નવી યુગની પ્રક્રિયાઓ અને સેવાઓ સાથે કિફાયતી કિંમતે ભારતીયોની વધતી જરૂરતોને પહોંચી વળે છે.
એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સે 22 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 8312 કરોડના (ગ્રોસ રિટન પ્રીમિયમ (જીડબ્લ્યુપી) સાથે નાણાકીય વર્ષ 2020-21 પૂરું કર્યું હતું અને કંપનીનો ચોખ્ખો નફો 32 ટકાથી વધ્યો છે. કંપનીએ વીમાંકનનો હકારાત્મક ટ્રેક રેકોર્ડ જાળવી રાખીને છેલ્લાં 4 વર્ષમાં એકધારી વૃદ્ધિ નોંધાવી છે.