SBI જનરલ ઇન્સ્યોરન્સે  FY 22-23 માટે રૂ. 10,888 કરોડની GWP અને રૂ. 184 કરોડનો નફો હાંસલ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભારતની અગ્રણી જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓમાંની એક એવી SBI જનરલ ઇન્સ્યોરન્સએ નાણાંકીય વર્ષ (FY) 22-23 માટેના તેના નાણાંકીય પરિણામોની ઘોષણા કરી છે. કંપનીએ મજબૂત વૃદ્ધિને જાળવી રાખતા FY23માં રૂ. 184 કરોડનો નફો હાંસલ કર્યો છે, જે FY22 માટે 40%ની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ વધુમાં એકંદરે બિઝનેસમાં પણ મજબૂત વૃદ્ધિ દર્શાવીને ગ્રોસ રિટન પ્રિમીયમ (GWP) રૂ. 10,888 કરોડનુ હાંસલ કર્યુ છે, જે પાછલા વર્ષ સામે 17.6%ની વૃદ્ધિ દર્શાવે છે.

કંપનીનો વૈવિધ્ય પ્રોડક્ટ પોર્ટફોલિયો કે જેમાં ડિજીટાઇઝેશન પર તેની પહોંચ અને વિશેષભારનું મિશ્રણ દર્શાવે છે તેણે SBI જનરલને તેનો બજાર હિસ્સો 4.21% સુધારવામાં મદદ કરી છે, જે FY23માં 22 કરોડ જેટલા ગ્રાહકોના જીવનને સ્પર્શે છે. વધુમાં તેણે હોમ, હેલ્થ, પર્સનલ એક્સીડન્ટ, કોમર્શિયલ લાઇને અને પાક સહિતની બિઝનેસ લાઇનમાં મજબૂત વૃદ્ધિનું પ્રદર્શન કર્યુ છે.

કંપનીએ ટોચની વૃદ્ધિ અનુભવી છે અને કરવેરા પૂર્વેનો નફો (પીબીટી) FY 22-23માં રૂ. 244 કરોડના સ્તરે છે, જે FY 21-22માં રૂ. 178 કરોડના સ્તરે હતો. તેનો સોલ્વન્સી ગુણોત્તર 1.72ના સ્તરે છે જે તેની મજબૂત નાણાંકીય સ્થિતિને દર્શાવે છે.

કંપનીના પ્રદર્શન પર ટિપ્પણી કરતા SBI જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ શ્રી કિશોર કુમાર પોલુદાસુએ જણાવ્યું હતુ કે, “SBI જનરલે FY 22-23માં પણ વૃદ્ધિ કરવાનું સતત રાખ્યુ છે અને કામગીરીના ફક્ત 13 વર્ષોમાં રૂ. 10,000 કરોડની GWPના માપદંડને વટાવનારી અનેક કંપનીઓમાં પ્રથમ તરીકે ઉભરી આવી છે. આ કંપનીના ગ્રાહકોના અનભવને સમૃદ્ધ બનાવવા માટે તંદુરસ્ત પ્રોડક્ટ પોર્ટફોલિયો, વ્યાહાત્મક કોર્પોરેટ જોડાણો, વિવિધ હેલ્થ વર્ટિકલના લોન્ચીંગ અને ગ્રાહકોની મુસાફરીનું ડિજીટાઇઝેશનનું પરિણામ છે. દરેક માટે ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ કરાવવાના દ્દેશ સાથે અમે એવી સરળ પ્રોડક્ટ્સનું સર્જન કરવાનું સતત રાખીશું જે મૂલ્યને આગળ ધપાવતી હોય અને અમારી બ્રાન્ડમાં ગ્રાહકોના વિશ્વાસના લાભ ઉઠાવતી હોય.”

Share This Article