મુંબઈ: ભારતની અગ્રણી વીમા કંપનીમાંથી એક એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સુરક્ષ સપ્તાહ દરમિયાન મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ શાખાને રિફ્લેક્ટિવ સેફ્ટી જેકેટ્સ પૂરાં પાડવા માટે પહિલે માઝે કર્તવ્ય ફાઉન્ડેશન સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ પહેલનું લક્ષ્ય રાત્રિ ફરજ દરમિયાન વધતી દ્રષ્ટિગોચરતાની સમસ્યાને પહોંચી વળીને હિટ-એન્ડ-રન ઘટનાઓ ઓછી કરવા માટે હકારાત્મક પ્રભાવ પાડવાનું છે. આ સહયોગ થકી એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સ રાત્રે ફરજ બજાવતા અધિકારીઓની સુરક્ષાની ખાતરી રાખવા માટે મુંબઈ પોલીસની ટ્રાફિક કંટ્રોલ શાખાને 3000થી વધુ રિફ્લેક્ટિવ જેકેટ્સ પૂરાં પાડવામાં આવ્યાં હતાં.


મુંબઈ પોલીસની ટ્રાફિક કંટ્રોલ શાખાના જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી પ્રવીણ પડવલે આ સમયે હાજર હતા અને એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના વેસ્ટ-1ના રિજનલ હેડ શ્રી વિકાસ બગાઈ પાસેથી મુંબઈ પોલીસની ટ્રાફિક કંટ્રોલ શાખા વતી રિફ્લેક્ટિવ જેકેટ્સ પ્રાપ્ત કર્યા હતા., આ જોડાણ માર્ગ સુરક્ષાને પ્રોત્સાહન આપવાની અને બધાની સુખાકારી માટે ટેકો આપવાની એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સની કટિબદ્ધતા અધોરેખિત કરે છે.
આ પહેલ પર બોલતાં એસબીઆઈ જનરલ ઈન્શ્યુરન્સના એમડી અને સીઈઓ શ્રી કિશોર કુમાર પોલુદાસુએ જણાવ્યું હતું કે, ‘‘એસબીઆઈ જનરલમાં અમે અનેક વર્ષથી માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છીએ. મુંબઈ પોલીસ દેશમાં સૌથી સમર્પિત અને શિસ્તબદ્ધ પોલીસ બળમાંથી એક તરીકે ઓળખાય છે ત્યારે આ પહેલ અમારા શહેરની સુરક્ષાની ખાતરી રાખવા માટે તેમની મજબૂત કટિબદ્ધતા માટે સરાહનાના અમારા પ્રતીક તરીકે કામ કરે છે. જવાબદાર કોર્પોરેટ સંસ્થા તરીકે અમે આવી અર્થપૂર્ણ પહેલોમાં યોગદાન આપવા માગીએ છીએ અને માર્ગ અકસ્માતની સંખ્યા ઓછી કરવામાં ભૂમિકા ભજવવા માગીએ છીએ.“
આ ભાગીદારી વિશે બોલતાં પહિલે માઝે કર્તવ્ય ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નયના કનાલે જણાવ્યું હતું કે, “અમે આ પહેલનો હિસ્સો બન્યા તે માટે ખરેખર ગૌરવની લાગણી અનુભવીએ છીએ, કારણ કે આવા પ્રયાસો સમુદાયની વિશાળ સુખાકારીમાં નોંધપત્ર યોગદાન આપે છે. આ ભાગીદારી કાયદાનો અમલ કરતી સંસ્થા અને નાગરિકો માટે પણ સુરક્ષિત વાતાવરણને પ્રોત્સાહિત કરવા માટે સંયુક્ત કટિબદ્ધતા દર્શાવે છે.’’