ભારતના સૌથી મોટી પ્યોર-પ્લે ક્રેડિટ કાર્ડ ઇશ્યુઅર SBI કાર્ડે આજે ‘કેશબેક SBI કાર્ડ’ લોન્ચ કર્યું. આ કાર્ડ ભારતનું મોસ્ટ કમ્પ્રિહેન્સિવ કેશબેક ક્રેડિટ કાર્ડ છે. ‘કેશબેક SBI કાર્ડ’ ઇન્ડસ્ટ્રીનું સૌપ્રથમ કેશબેક કેન્દ્રિત ક્રેડિટ કાર્ડ છે જેના દ્વારા કાર્ડહોલ્ડર કોઇ પણ મર્ચન્ટ રિસ્ટ્રિક્શન વગર તમામ ઓનલાઇન ખર્ચ પર 5% કેશબેક મેળવી શકે છે. સામાન્યથી પ્રીમિયમ સુધીની તમામ શ્રેણીઓમાં ગ્રાહકોને લક્ષ્યાંકિત કરીને, આ કાર્ડ એક સરળ, સીમલેસ અને સંપૂર્ણ રીતે ડિજિટલ જોઇનિંગ એક્સપિરિયન્સ પ્રદાન કરે છે. ટાયર 2 અને 3 શહેરો સહિત સમગ્ર ભારતના ગ્રાહકો ડિજિટલ એપ્લિકેશન પ્લેટફોર્મ ‘SBI Card SPRINT‘ મારફતે માત્ર થોડી ક્લિક્સમાં જ ઘરે બેઠા કેશબેક SBI કાર્ડ સરળતાથી મેળવી શકે છે.
SBI કાર્ડના MD અને CEO રામા મોહન રાવ અમરાએ કાર્ડના લોન્ચિંગ પ્રસંગે બોલતા જણાવ્યું હતું કે, “કેશબેક SBI કાર્ડ અમારા કોર કાર્ડ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. આ પ્રોડક્ટ ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા માટેના અમારા સતત પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ છે. અમારી વૈવિધ્યસભર પહેલ દરમિયાન, અમે ઓનલાઈન શોપિંગ અને કેશબેક પ્રત્યે કાર્ડધારકોના આકર્ષણનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યું છે. તેને અનુરૂપ અમે કેશબેક SBI કાર્ડને વિચારપૂર્વક ડિઝાઇન કર્યું છે જે ગ્રાહકોને દરેક ખરીદી પર, દરેક વખતે અને દરેક જગ્યાએ કેશબેક લાભો મેળવવા માટે ખરેખર સક્ષમ બનાવે છે. આ અનોખા કાર્ડનું લોન્ચિંગ એક યોગ્ય સમયે છે કારણ કે ગ્રાહકો દરરોજ તેની શક્તિનો અનુભવ કરી શકે છે અને આગામી તહેવારોની સીઝન દરમિયાન સૌથી વધુ લાભ મેળવી શકે છે.”
કેશબેક એસબીઆઈ કાર્ડ દ્વારા ઓફર કરવામાં આવતા લાભો માત્ર કેશબેક ફીચર્સ સુધી મર્યાદિત નથી. કાર્ડધારકો દર વર્ષે ચાર કમ્પ્લિમેન્ટરી ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ વિઝિટનો લાભ લઈ શકે છે (ક્વાર્ટર દીઠ એક મુલાકાત). આ કાર્ડ 1% ફ્યુઅલ સરચાર્જ માફી પણ આપે છે જે રૂ. 500થી રૂ. 3,000 સુધીના ટ્રાન્ઝેક્શન માટે માન્ય છે, જેમાં પ્રત્યેક ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ માટે બિલિંગ સ્ટેટમેન્ટ મહિને રૂ. 100ની મહત્તમ સરચાર્જ માફી મર્યાદા છે. કાર્ડની વાર્ષિક રિન્યૂઅલ ફી રૂ. 999 વત્તા લાગુ કર છે. કેશબેક SBI કાર્ડ યુઝર્સ વર્ષમાં જો રૂ. 2 લાખની ખરીદી કરે તો તેની રિન્યૂઅલ ફી માફ કરવામાં આવશે. કેશબેક SBI કાર્ડ VISA પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.