SBI બેન્કની NPAમાં ચોથા કવાર્ટરમાં ૭૭૧૮ કરોડ રૂપિયાનો વધારો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય સ્ટેટ બેંકને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ચોથા ક્વાર્ટરમાં ૭૭૧૮.૧૭ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એનપીએ માટે જોગવાઇ વધારવાને કારણે નુકસાન વધારે પ્રમાણમાં થયું છે. ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં દેશની સૌથી મોટી બેંકે ૨૮૧૪.૮૨ કરોડ રૃપિયાનો નફો થયો હતો.

ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ પૂરા થતાં ત્રિમાસિક કર્વાટરમાં બેંકને ૨૪૧૬.૩૭ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું. એસબીઆઇએ આજે શેરબજારને આપેલી માહિતી મુજબ જાન્યુઆરીથી માર્ચ સુધીના કર્વાટરમાં  બેંકની કુલ આવક વધીને ૬૮,૪૩૬.૦૬ કરોડ રૃપિયા થઇ હતી. જે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં ૫૭,૭૨૦.૦૭ કરોડ રૃપિયા હતી. ૨૦૧૭-૧૮ના સમગ્ર વર્ષની કુલ આવક ૨,૫૯,૬૬૪ કરોડ રહી છે. જે ગયા વર્ષે ૨,૧૦,૯૭૯ કરોડ રૃપિયા હતી. આ સમય દરમિયાન બેંકની કુલ એનપીએ ૧૦.૯૧ ટકા થઇ ગઇ છે. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં ૬.૯૦ ટકા હતી. ૨૦૧૭-૧૮ના ચોથા કર્વાટરમાં બેંકની નેટ એનપીએ વધીને ૫.૭૩ ટક થઇ ગઇ છે. જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં ૩.૭૧ ટકા હતી. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ની વાત કરવામાં આવે તો બેંકને કુલ ૬૫૪૭ કરોડની ખોટ ગઇ છે.

TAGGED:
Share This Article