સાવિત્રી મિશન દ્વારા મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય “સાવિત્રી” પર સાત દિવસીય સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ: સાવિત્રી મિશન દ્વારા અમદાવાદના ભાડજ સાયન્સ સિટી સર્કલ પાસે આવેલા પાટીદાર હોલ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત ‘સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે યજમાન રાકેશકુમાર નટુભાઈ પટેલ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયાજીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેઓ અમારા અમારા આમંત્રણ થકી આ કાર્યક્રમમાં પધાર્યા છે. આ સાથે ભાડજ ગામના દરેક સભ્યોનો જેમને ખૂબ સપોર્ટ કર્યો છે તેમનો પણ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ સાથે અમારા વ્યક્તિગત તેમજ જાહેર આમંત્રણ થકી જે વડીલો, મહાનુભાવો, યુવાનો, બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું.

રાકેશકુમાર પટેલે વધુમાં ઉમેર્યું કે, આજનો આ અવસર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ કે માતાજી કહે છેકે, સાવિત્રીનો ખૂબ જ મહત્વ છે. સાવિત્રીનો વિષય વિશ્વ વ્યાપક છે. સાવિત્રી દર્શન એ ભવિષ્યનું પૈગામ છે. એટલું જ નહીં, સાવિત્રીના સાનિધ્યમાં કાઢેલો સમય ક્યારેય એળે જતો નથી. આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા છો એનો અર્થ છે કે આપ સર્વની અંદર પણ એ દિવ્ય ચેતના પોકાર કરી રહી છે.

પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયાજીનો પરિચય આપતા સાવિત્રી મિશન અમદાવાદના મિતલભાઇએ કહ્યું કે, આજેથી ૧૧ થી ૧૨ વર્ષ પહેલા ૨૦૧૪માં પ્રથમ વખત સાવિત્રી સપ્તાહનું આયોજન કરવાનો અવસર મળ્યો હતો. આ અવસર પાછળ ની વાર્તા એ છે કે, મારા અમેરિકામાં રહેતા મિત્ર મનીષ પટેલનો એક વાર ફોન આવે છે કે આપણે સૌએ અશ્વિનભાઈને અવશ્ય સાંભળવા જોઈએ અને આપણા મિત્રો સમક્ષ તેમને મૂકવા જોઈએ. કેમકે આ વિચારો જગત માટે ખૂબ જરૂરી છે.

આ સંદર્ભમાં તેમણે વધુમાં ઉમેર્યું કે, અત્યારથી લઈને આજ સુધી એટલે કે ૨૦૧૪ થી ૨૦૨૫ સુધી સતત ૧૧ થી ૧૨ વર્ષ સાવિત્રી સપ્તાહનું આયોજન કરતા આવીએ છીએ. અશ્વિન સર ની વાત કરીએ તો, અશ્વિન સર એ ૩૨ વર્ષ ભરૂચની એમ.કે. કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે આપ્યા હતા, ત્યારબાદ એક વર્ષ કુલપતિ તરીકે રહ્યા હતા. કહેવાય છે કે તેમને આ ૩૧ વર્ષના ગાળામાં ૮૬,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે એટલે કે તેમની હાથ નીચે આ વિદ્યાર્થીઓ તૈયાર થયા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માજી કુલપતિ અને સાવિત્રીના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા એવા પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈ કાપડિયા વ્યાસપીઠ પરથી ૪૬૮મી સપ્તાહનું આચમન કરાવવાના છે. તેઓએ વિશ્વભરમાં ૧૮ દેશોમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં અત્યાર સુધીમાં ૪૬૭ જ્ઞાન યજ્ઞો કરેલા છે. પ્રા. ડૉ. અશ્વિનભાઈ કાપડીઆ મહર્ષિ શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીના સાધક તથા “સાવિત્રી”ના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા છે, જેમને જીવન પર્યન્ત જગતના ૨૧ દેશોમાં સાવિત્રી પર કુલ ૪૬૭ સપ્તાહ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કાર્યક્રમનું અયોજન તારીખ ૧૯ જુલાઈથી ૨૫ જુલાઈ સાંજે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાકે કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આ કાર્યક્રમનું આયોજન “સાવિત્રી મિશન “દ્વારા રાકેશકુમાર નટુભાઈ પટેલ તેમજ યોગીનીબેન રાકેશકુમાર પટેલના સહયોગથી કરવામાં આવ્યું છે.

યુટ્યુબ લિંક – https://www.youtube.com/@SavitriMission/featured

Share This Article