અમદાવાદઃ કેલોરેક્સ જૂથ દ્વારા સંચાલિત સૌરભ ઇંગ્લિશ સ્કૂલે તેના નવા વાડજ કેમ્પસમાં ‘ફન ફિયેસ્ટા 2024-25’નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં નવજ્યોત સ્કૂલ, અંબિકા સ્કૂલ, અને દિવ્યજ્યોત સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સ્થાનિક સમુદાયએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઉજવણીની શરૂઆત ટ્રસ્ટી સૌરભ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી જસ્મિના પટેલ અને વાઈસ પ્રિન્સિપાલ કુ. તુલિકા સાહા દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં અતિથિ દેબશ્રી ચેટર્જી અને કુ. અંકિતા શાહ જોડાયા હતા.
“ગ્રીન એન્ડ ક્લીન એન્વાયર્નમેન્ટ” થીમ પર કેન્દ્રિત, ઇવેન્ટમાં ટકાઉપણાને પ્રોત્સાહન આપતા વાઇબ્રન્ટ સ્ટોલ્સ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ઇવેન્ટની હાઇલાઇટ્સમાં પ્લાન્ટ્સ સ્ટોલ, ફન ગેમ્સ, આર્ટ ગેલરી દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા દર્શાવવામાં આવી સાથે જ સ્વાદિષ્ટ ફૂડ કાઉન્ટર્સ પર રાખવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા. આ સાથે જીવંત સાંસ્કૃતિક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વાઇસ પ્રિન્સિપાલ સુશ્રી તુલિકા સાહાએ આ કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફના ટીમવર્કને બિરદાવ્યું હતું.
આવતા વર્ષે વધુ એક આકર્ષક ઉજવણીના વચન સાથે ફન ફિયેસ્ટા સ્મિત, હાસ્યની યાદો સાથે સમાપ્ત થયું.