સાઉદી તેલ બજાર પર પ્રભુત્વ મેળવશે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભારત સહિતના એશિયન દેશોમાં મોટા પાયે રોકાણ કરીને સાઉદી અરેબિયા હવે વિશ્વના તેલ બજાર પર કબજા કરવાની દિશામાં છે. તેની મહત્વકાંક્ષી આગેકુચના કારણે તમામ દેશો આને લઇને સ્થિતી પર નજર રાખી રહ્યા છે. આ દિશામાં હાલમાં મોટો ઘટનાક્રમ જાવા મળ્યો હતો. કારણ કે સાઉદી અરેબિયાની કંપની અરામકોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી તેલ અને રસાયણમાં ૨૦ ચકા હિસ્સો મેળવી લેવા માટેની તૈયારી દર્શાવી છે. તે ૨૦ ટકા હિસ્સો બનવા  જઇ રહી છે. આ ગઠબંધના કારણે ભારતને ફાયદો થશે કે પછી સાઉદ અરેબિયાને દુનિયાના તેલ બજારમાં એક નવી શક્તિ બનવામાં મદદ કરશે તેને લઇને કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચા જાવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ કહ્યુ છે કે આ વર્ષે તેલની વધતી વૈશ્વિક માંગ અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ઓછી થઇ શકે છે. ભારતમાં વર્ષ ૨૦૨૦ સુધી તેલની માંગ પ્રતિદિન ૨.૨૫ લાખ બેરલ વધી જશે.

જે આ વર્ષે ૧.૭૦ લાખની આસપાસ રહેલી છે. એજન્સીનો અંદાજ છે કે આ ૨૦૪૦ સુધી દુનિયાના સૌથી મોટા તેલ ઉપભોક્તા દેશ તરીકે બની જશે. ભારત પોતાના કાચા તેલની જરૂરીયાત પૈકી ૮૫ ટકા આયાત કરે છે. ભારતનુ તેલ બિલ ખુબ ઉંચુ રહે છે. આને ઘટાડી દેવાના મામલે મોટા પાયે કામ કરવામાં આવી રહ્યુ છે. સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકો ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની હિસ્સેદારીને ખરીદીને દુનિયાના સૌથી ઝડપથી વધી રહેલા બજાર પર પોતાની પક્કડ મજબુત કરવાની યોજના ધરાવે છે. જ્યાં રશિયા અને અમેરિકા સહિતના મોટા દેશોના પ્રભુત્વ રહેલા છે. અમારમકો રિલાયન્સમાં તેલ અને રસાયણના ક્ષેત્રમાં ૨૦ ટકા હિસ્સેદારી ખરીદવા માટેની યોજના ધરાવે છે. આના ભાગરૂપે સાઉદી અરેબિયા ભારતના પશ્ચિમી દરિયા કાઠા પર એટલે કે જામનગરમાં દુનિયાની સૌથી મોટી તેલ રિફાઇનરીને લાંબા સમય સુધી પ્રતિ દિન પાંચ લાખ બેરલ ક્રુડ ઓઇલ આપશે. જે એક વર્ષમાં આશરે અઢી કરોડ ટનની આસપાસ છે. જા આ કરાર થાય છો તો સાઉદી અરેબિયા તેલમાં સૌથી મોટા પુરવઠાકાર તરીકે દેશ બની જશે.  તે વિશ્વમાં તેલ બજારમાં પોતાનુ પ્રભુત્વ જમાવી લેશે. એશિયા મધ્યપૂર્વમાં એમ પણ તેલના સૌથી મોટા ખરીદાર તરીકે છે. બીજી બાજુ અમેરિકા નિકાસમાં વધારો કરવા માટે પ્રયાસમાં છે. રશિયા નવા ગ્રાહકોની શોધમાં છે.

સાઉદી અરેબિયા ઓપેકના પ્રયાસોનુ પ્રતિનિધીત્વ કરે છે. જેથી કિંમતોમાં વધારો થઇ શકે છે. ઇરાન અને વેનેઝ્યુએલા પર અમેરિકાના પ્રતિબંધના કારણે સાઉદી અરેબિયાને સીધો ફાયદો થઇ રહ્યો છે. ઇરાન અને વેનેઝ્યુએલા પર પ્રતિબંધના કારણે અન્ય દેશોને જોરદાર  લાભ થઇ રહ્યો છે. સિંગાપોરના ઉર્જા સલાહકાર વુડ મેકેન્જી લિમિટેડમાં એશિયા પેસિફિકના નિર્દેશક સુશાંત ગુપ્તાનુ કહેવુ છે કે રિલાયન્સની સાથે અરામકોની આ સોદાબાજી સાઉદી અરેબિયાને આંતરરાષ્ટ્રીય બજારમાં ટોપ પર લઇને જશે.જ્યાં હાલમાં તેને અન્ય સ્પર્ધકોના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. એશિયામાં તેલની વધતી માંગ પર પણ સાઉદી અરેબિયાની ચાંપતી નજર રહેલી છે. ભારત પોતાના ક્રુડ ઓઇલની જરૂરિયાતો પૈકી ૮૫ ટકાની આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના કહેવા મુજબ તે ૨૦૪૦ સુધી દુનિયાના સૌથી મોટા તેલ ઉપભોક્તા દેશ તરીકે બની જશે.

વુડ મેકેન્જીના કહેવા મુજબ  દેશમાં તેલનો વપરાશ ૨૦૩૫ સુધી વધીને ૮૨ લાખ બેરલ પ્રતિદિન થઇ જશે. નાની અવધિમાં ભારતીય વપરાશમાં વધારો કેટલીક રીતે સીધી અસર કરનાર છે. ભારતના આંકડા પર નજર કરવામા આવે તો ભારતમાં ૨.૫ લાખ બેરલ પ્રતિદિન વપરાશ રહેલી છે. સાઉદી અરેબિયાએ એશિયન દેશોમાં પોતાની સ્થિતીને મજબુત કરવા માટેની તૈયારી કરી લીધી છે. તે ઇન્ડોનેશિયામા ંપણ એક રિફાઇનરીનુ નિર્માણ કરવા માટે ઇચ્છુક છે. દક્ષિણ કોરિયન યુનિટને ૬૦ લાખ ડોલર ખર્ચ કરીને વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. અરામકોએ ચીનના લિયાનિંગ પ્રાંતમાં ૧૦ અબજ ડોલરના ખર્ચ સાથે રિફાઇનિંગ કોમ્પ્લેક્સ બનાવવા પર સમજુતી કરી છે. મલેશિયામાં ત્રણ લાખ બેરલ ક્ષમતાની રિફાઇનિંગ યુનિટ સ્થાપિત કરવાની પણ તેની યોજના છે. એશિયામાં તેની હાજરી સતત વધારી દેવા પાછળ તેની કેટલીક યોજના છે.

Share This Article