સાઉદીના પ્રિન્સને ગળે મળવા મુદ્દે નારાજગી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 નવીદિલ્હી :કોંગ્રેસે સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાનના પ્રોટોકોલથી અલગ થઇને જવાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ટિકા કરી હતી અને કહ્યું હતું કે, પાકિસ્તાનની મદદ સાઉદી દ્વારા કરવામાં આવી રહી છે. આતંકવાદ વિરોધી પ્રયાસોની પ્રશંસા કરનાર લોકોને ગળે લગાવીને શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન સાઉદી અરબને કહી રહ્યા છે કે, તેઓ આતંકવાદ વિરોધી લડાઈને લઇને પાકિસ્તાનની પ્રશંસા કરનાર સંયુક્ત નિવેદનથી પોતાને અલગ કરે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ બિન સલમાન અને મોદીના ગળે લાગનાર ફોટો અને પાકિસ્તાન-સાઉદી નિવેદનને પણ ટિપ્પણી કરી છે. સુરજેવાલાએ કહ્યું છે કે, મોદી સાઉદી અરેબિયાને શું કહેવા માંગે છે તે કોઇને સમજાઈ રહ્યું નથી.

Share This Article