ભારતને તોડીને તો ક્યારેય સ્વતંત્રતા હાંસલ થશે નહીં

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શ્રીનગર : બદલાઈ રહેલા રાજકીય ચિત્ર વચ્ચે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આજે એક કાર્યક્રમ દરમિયાન એક નિવેદનમાં ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું. જમ્મુ કાશ્મીરને ફરી એકવાર અખંડ હિસ્સો ગણાવ્યો હતો. અગાઉ વિવાદના ઘેરામાં આવ્યા બાદ સત્યપાલ મલિકે આજે ફરી એકવાર પોતાની પ્રતિક્રિયા આપી હતી. કાશ્મીરમાં શાસન કરનાર લોકો અહીંના લોકોને એટલા સપના બતાવી રહ્યા છે કે, સામાન્ય લોકો પણ તેમને પ્રશ્નો કરી રહ્યા છે.

અફવાઓ ઉપર ધ્યાન ન આપવા રાજ્યપાલે અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જમ્મુ કાશ્મીરના લોકોના સર્વાંગી વિકાસ માટે સરકાર કામ કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પુર્વમાં શાસન કરનાર પાર્ટીઓની ટિકા કરતા મલિકે કહ્યું હતું કે, કેટલાક લોકો પાકિસ્તાન સાથે જવા માટે ઇચ્છુક છે. પાકિસ્તાન સાથે જવા સ્વતંત્રતા લાગે છે તો આવા લોકો પાકિસ્તાન જઇ શકે છે.

ભારતને તોડીને કોઇ કિંમતે સ્વતંત્રતા મળશે નહીં. તેમના નિવેદન એવા સમયે આવી રહ્યા છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં જારદાર હલચલ છે. ૧૦૦૦૦થી વધુ જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. કેન્દ્ર સરકાર સક્રિય થયેલી છે.

Share This Article