નવી દિલ્હી : વર્ષ ૧૯૮૭માં રૂપ કંવર સતી થયા બાદ આ ઘટનાના મહિમામંડન કરવાના મામલે દોષિત જાહેર કરવામાં આવેલા લોકો પર આજે ૩૨ વર્ષ પછી પણ કેસ ચાલી રહ્યા છે. સતી પ્રથા એક અપરાધ તરીકે છે પરંતુ આજે પણ દેવરાલા ખાતે રૂપ કંવરની પુજા કરવામાં આવે છે. ચોથી સપ્ટેમ્બર ૧૯૮૭ના દિવસે રાજસ્થાનના સિકર જિલ્લાના દેવરાલામાં આ ઘટના બની હતી. આજ કેસના કારણે સતી સિવારણ એક્ટ વર્ષ ૧૯૮૭માં બનાવવામાં આવ્યો હતો.
જે હેઠળ સતીના મહિમામંડન કરવાને અપરાધ તરીકે જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે સતી પ્રતાને ૧૮૨૯માં જ અંગ્રેજ સરકારે પ્રતિબંધિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ દેશના કેટલાક ભાગોમાં ૨૦મી સદીના છેલ્લા સમય સુધી આ પ્રથા જારી રહી હતી. હાલમાં રૂપ કંવર સતી થયા બાદ એક વર્ષ પછી એત જુલુસ કાઢવામાં આવ્યો હતો. જેમાંભાગ લેનાર ૪૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકી આઠ પર હજુ પણ કેસ ચાલી રહ્યો છે.
પકડી લેવામાં આવેલા ૨૫ લોકો છુટી ગયા છે. છ લોકોના મોત થઇ ગયા છે. છ લોકો હજુ ફરાર છે. જયપુરની ખાસ અદાલતમાં કેસની સુનાવણી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. સતી નિવારણ એક્ટ હેઠળ જ આ સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવી હતી. સતી નિવારણ કેસને લઇને ઉંડી તપાસ કરે છે. રૂપ કંવર સતીના ભાઇ ગોપાલ સિંહ શેકાવત પણ સતીના મહિમામંડનના કારણે કેટલાક મહિના સુધી જેલમાં રહી ચુક્યા છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ બળજબરીપૂર્વક સતીની સામે છે. જો કે જો કોઇ મહિના સ્વૈચ્છાથી સતી થવા માંગે છે તો સરકાર આને રોકી શકે નહીં. સતી પ્રથા ખોટી છે પરંતુ આ રૂપ કંવરનો નિર્ણય હતો. રૂપ કંવરના રમમાં તેમની યાદને જીવિત રાખવામાં આવી છે.