શ્રીહરિકોટા : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ આજે તેની યથકલગીમાં વધુ એક મોરપીછુ ઉમેરી લીધુ હતુ. ઇસરોએ પોલાર સેટેલાઇટ લોંચ વ્હીકલ સી-૪૩ મારફતે આજે સવારે એકસાથે ૩૧ સેટેલાઇટ સફળતાપૂર્વક લોંચ કર્યા હતા. આ પ્રસંગે ઇસરોના તમામ ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. સફળ લોંચ બાદ ઉપÂસ્થત અધિકારીઓમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. ઇસરોએ લોંચ કરેલા સેટેલાઇટની સાથે સાથે નીચે મુજબ છે.
- ઇસરોએ અંતરિક્ષના ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી
- પોલાર સેટેલાઇટ લોંચ વ્હીકલ મારફતે ૩૧ સેટેલાઇટ એક સાથે લોંચ કરાયા
- આંધ્રપ્રદેશના શ્રી હરીકોટા Âસ્થત સતિષધવન કેન્દ્રથી સવારે ૯.૫૮ વાગે તમામ ઉપગ્રહ લોંચ કરાયા
- પીએસએલવી-સી૪૩ મારફતે લોંચ કરવામાં આવેલા આઠ દેશોના ઉપગ્રહોમાં ભારતના હાઈપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ સેટેલાઇટનો સમાવેશ
- પીએસએલવીની આ ૪૫મી ઉંડાણ હતી
- ઉપગ્રહોને લોંચ કરવા માટે જુદા જુદા દેશો સાથે વાણિજ્ય કરાર કરવામાં આવ્યા હતા
- લોંચની પ્રક્રિયા ચાર સ્ટેજમાં પૂર્ણ કરાઈ હતી
- લોંચ માટેની કાઉન્ટડાઉનની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલી હતી
- જે ઉપગ્રહ લોંચ કરાયા છે તેમાં અમેરિકાના ૨૩ અને ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેનના ૧-૧ ઉપગ્રહોનો સમાવેશ
- ૩૦ વિદેશી ઉપગ્રહોમાં એક માઇક્રો અને ૨૯ નેનો સેટેલાઇટનો સમાવેશ
- આ મિશનમાં મુખ્ય સેટેલાઇટ ભારતના હાઈપરસ્પેટ્રલ ઇમેજિંગ ઉપગ્રહ છે જેની મદદથી પૃથવી પર નજર રાખી શકાશે
- આ ઉપગ્રહનો ઉદ્દેશ્ય પૃથ્વીની સપાટીની સાથે સાથે ઇલેક્ટ્રો મેગ્નેટિક સ્પેક્ટ્રમમાં ઇન્ફ્રારેડ અને શોર્ટવેવ ઇન્ફ્રા રેડ ફિલ્ડમાં અભ્યાસ કરવાનું રહેશે