પહેલા સુચના અધિકાર સુધારા બિલ, ત્યારબાદ ત્રિપલ તલાક બિલને રાજ્યસભામાં પાસ કરાવીને નરેન્દ્ર મોદી સરકારે ખાતરી આપી છે કે બંને ગૃહોમાં હવે તેનુ પ્રભુત્વ રહેલુ છે. ભારતીય જનતા પાર્ટીની સાથે હવે સંસદ છે તે બાબત સાબિત થઇ ગઇ છે. ખાસ કરીને ત્રિપલ તલાક બિલને એક પોલરાઇઝિંગ ઇસ્યુ તરીકે લેવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દા પર ઐતિહાસિક સફળતા મળી ગઇ છે. સમાજથી લઇને રાજનીતિ સુધી આને લઇને જોરદાર વિભાજનની સ્થિતી જાવામાં આવી રહી હતી. રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની તાકાત અનેક ગણી ઝડપથી વધી છે.
જો કે પોતાના ઘોષિત સાથીઓને મળીને પણ તેમની તાકાત બહુમતિથી ખુબ દુર છે. તેમછતાં પોતાના તીવ્ર ટક્કરવાળા બિલને પાસ કરાવીને ભારતીય જનતા પાર્ટીએ તેની કુશળતા પણ સાબિત કરી બતાવી છે. ભાજપના ફ્લોર મેનેજેરોની તે મોટી સફળતા ચોક્કસપણે ગણી શકાય છે. સંસદના ગણિત પર ધ્યાન આપવામાં આવે તો ત્રિપલ તલાક બિલ પાસ થવા માટે કેટલીક પાર્ટીઓના વોકઆઉટ, કેટલાકના મતદાનના બહિષ્કાર, સાથે સાથે કેટલાકની જાહેરાત વગર જ વોટિંગમાં હિસ્સો ન લેવાની બાબત કારણરૂપ છે. સાથે સાથે કોંગ્રેસ, એનસીપી, આરજેડી અને અન્ય કેટલાક લોકપ્રિય સાંસદ પણ વોટિંગના દિવસે ગૃહમાં પહોંચી શક્યા ન હતા. આ મામલે આ પાર્ટીઓએ કારણ જાણવા માટેના પ્રયાસ પણ કર્યા ન હતા. સંસદમાં ચાલેલી ચર્ચા દરમિયાન સ્થિતી એવી સર્જાઇ હતી કે બિલને લઇને હા અને ના માટેની સ્થિતી ન હતી.
વિરોધ પક્ષોનુ કહેવુ હતુ કે પારિવારિક વિવાદને અપરાધિક હદમાં લાવવાની બાબત યોગ્ય નથી છતાં આ મામલે સરકાર કાનુન લાવવા માટે તૈયાર છે. બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલી દેવાની વાત કરવામાં આવી રહી હતી. કેટલાક પાસાને વ્યવસ્થિત કરવાની વાત કરવામાં આવી હતી. આ પ્રકારની જવાબદારી કોંગ્રેસ પાર્ટીની હતી. કોંગ્રેસ પાર્ટીની જવાબદારી હતી કે તે વધુને વધુ પક્ષો અને અપક્ષોના સાંસદોને તેની સાથે લઇ શકે. જા કે તેને કોઇ સફળતા મળી ન હતી. કોંગ્રેસની પોતાની જ સમસ્યા એટલી વધારે હાલમાં થયેલી છે કે તે તેની સમસ્યામાંથી બહાર આવી રહી નથી. જેનો લાભ ભારતીય જનતા પાર્ટીને થઇ રહ્યો છે. કોંગ્રેસના પોતાના વર્તમાન રાજ્યસભાના પાંચ સાંસદો વોટિંગથી દુર રહ્યા હતા. આવી સ્થિતીમાં કહી શકાય છે કે લોકસભા બાદ રાજ્યસભામાં પણ ભારતીય જનતા પાર્ટીનુ પ્રભુત્વ રહ્યુ છે.
ભારતીય જનતા પાર્ટીની સ્થિતી હવે એટલી મજબુત બની ગઇ છે કે તે પોતાની ઇચ્છાથી કોઇ પણ કાનુન બનાવી શકે છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા તરીકે પ્રવીણ તોગડિયા હવે રહ્યા નથી જેથી આ મામલે કોઇ હોબાળો રહ્યો નથી. જા તેઓ રહ્યા હોત તો અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મામલે પણ કાનુન બનાવી શક્યા હોત. વિશ્વ હિન્દુ પરિષદની માંગ પણ વધારે તીવ્ર બની હોત. ભારતીય જનતા પાર્ટીના રણનિતીકાર પોતાના મુદ્દાને બે વખત ખતમ કરવાની ભુલ કરી ચુક્યા છે. જે પૈકી એક ભુલ બાબરી મસ્જિદ તોડી પાડવા બીજી ભુલ સોનિયા ગાંધીને વડાપ્રધાન ન બનાવવા માટેની બાબતનો સમાવેશ થાય છે. ભાજપ સાવધાનીપૂર્વક આગળ વધવા માટે ઇચ્છુક છે.