રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે, આવનારા વર્ષ પણ નહીં સર્જાય પાણી ની કટોકટી કેમ કે, છેલ્લાં ૭ દિવસોથી સમગ્ર રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમ ૯૪ ટકા ભરાઈ ગયો છે અને હવે ઓવરફ્લો થવાથી માત્ર ૧.૯૨ મીટર જ દૂર છે. ડેમની વર્તમાન સપાટી ૧૩૬.૭૬ મીટર પર પહોંચી છે.
શનિવારે વહેલી સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૬૬ તાલુકામાં મેઘમહેર જાેવા મળી છે. જેમાં સૌથી પંચમહાલના હાલોલમાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૨૯ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં ૬.૩૪ ઇંચ નોંધાયો છે.
છેલ્લા ૪૮ કલાકમાં ડેમની સપાટીમાં લગભગ ૨૪ સે.મી.નો વધારો થયો છે. ડેમમાં હાલ ૧,૬૭,૧૧૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે કેનાલમાં પાણીની જાવક ૨૩૫૦૧.૦૦ ક્યુસેક નોંધાઈ છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ ૮૮૫૦.૪૦ સ્ઝ્રસ્ છે.
ડેમની સપાટી વધતા, તંત્ર દ્વારા ૧૫ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૨.૯૫ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. આ ઉપરાંત, ઇમ્ઁૐ અને ઝ્રૐઁૐમાંથી કેનાલમાં કુલ ૨,૨૪,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
નદીમાં પાણી છોડવામાં આવતાં, નર્મદા નદી કાંઠાના ગ્રામજનોને ઍલર્ટ રહેવા માટે તંત્રએ સૂચના આપી છે. ભરુચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.