હવે સારા અલીને બાગી-૩માં લેવા માટે તૈયારી થઇ : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ :  અભિનેત્રી સારા અલી ખાન હાલના દિવસોમાં કેદારનાથ અને સિમ્બા  ફિલ્મને લઇને ભારે વ્યસ્ત છે. એકબાજુ કેદારનાથમાં તેની એક્ટિંગ કુશળતાની પ્રશંસા કરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ સિમ્બા ફિલ્મની ચાહકો રાહ જાઇ  રહ્યા છે. આ ફિલ્મે પણ રજૂઆત પહેલા જ ચર્ચા જગાવી છે. સિમ્બાને લઇને ચાહકો આશાવાદી છે. દરમિયાન એવા હેવાલ આવ્યા છે કે સારા હવે બાગી-૩ ફિલ્મમાં નજરે પડી શકે છે. સાજિદ નડિયાદવાળા ફિલ્મને લઇને આગળ વધી રહ્યા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.

બાગી-૨ ફિલ્મને ઉલ્લેખનીય સફળતા મળ્યા બાદ હવે બાગી-૩ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. સારા અલી ખાનની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને હવે તેને લેવામાં આવે તેવી શક્યતા છે. જા કે સારા તરફથી હજુ તૈયારી દર્શાવવામાં આવી નથી. સારા પ્રોજેક્ટના હિસ્સા તરીકે રહેશે કે કેમ તે અંગે હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી. તે પહેલા પણ કહી ચુકી છે કે તે મુખ્ય પ્રવાહની ફિલ્મોનો હિસ્સો બનવા માટે તૈયાર છે.જેથી એવી શક્યતા છે કે તે આ ઓફરને સ્વીકારી લેશે. સેફ અલી આકન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી બોક્સ ઓફિસ પર હાલમાં ભારે ચર્ચા જગાવી રહી છે. સારાની લોકપ્રિયતા હાલમાં વધી રહી છે. તેની ફેન ફોલોઇંગ વધી રહી છે. ૨૮મી ડિસેમ્બરના દિવસે તેની સિમ્બા ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. જેમાં રણવીર સિંહ તેની સાથે રોલ કરી રહ્યો છે.

પોતાની પ્રથમ ફિલ્મ કેદારનાથના કારણે ચર્ચામાં આવેલી સારા પોતાની સિમ્બા ફિલ્મને લઇને હાલમાં વ્યસ્ત છે. સારાએ હાલમાં ફિલ્મોમાં બોલ્ડ સીન, કિસિંગ સીન અને બિકીની સીનને લઇને પોતાની વાત રજૂ કરી હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે તેમના પરિવારમાં શર્મિલા ટાગોર, કરીના કપુર અને સોહા અલી ખાને ફિલ્મની માંગ મુજબ ક્યારેય ફિલ્મમાં બોલ્ડ સીન કરવા માટે ઇન્કાર કર્યો નથી. તેનુ કહેવુ છે કે બોલિવુડ ફિલ્મોમાં તે હાલમાં નવી છે પરંતુ નવી ફિલ્મોમાં તે પસંદગીના રોલ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે બોલ્ડ સીનને લઇને જવાબ આપવાની સ્થિતીમાં તે હાલમાં નથી. બીજી બાજુ ચાહકો માની રહ્યા છે કે જા પટકથામાં માંગ રહેશે તો તે બોલ્ડ સીન કરવામાં પણ ખચકાટ અનુભવ કરશે નહીં. સારા અલી ખાનની સિમ્બા ૨૮મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ નિર્દેશન રોહિત શેટ્ટી દ્વારા કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં સોનુ સુદ, બ્રજેશ હિરજે અને પ્રકાશ રાજે ભૂમિકા અદા કરી છે. ફિલ્મમાં આશુતોષ રાણાએ પણ ઉપયોગી ભૂમિકા અદા કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, અજય દેવગનને પણ મહેમાન કલાકાર તરીકે રાખવામાં આવ્યા છે. સારા ફિલ્મને લઇને ભારે આશાવાદી બનેલી છે.

Share This Article