સારા આનંદની ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અભિનેત્રી સારા હાલમાં તેના ફેન મોમેન્ટસને લઇને ચર્ચામાં છે. એવી ચર્ચા પણ ચાલી રહી છે કે તે નિર્દેશક આનંદ એલ રાયની નવી ફિલ્મમાં નજરે પડી શકે છે. નિર્દેશક પોતાની આગામી ફિલ્મ સલમાન ખાન સાથે બનાવવા માટે ઇચ્છુક છે. સલમાનની સાથે સારા અલી ખાનને કાસ્ટ કરવાની યોજના છે. એમ પણ તેની પાસે એવા ફિલ્મ નિર્માતાની યાદી છે જે જેમની સાથે તે કામ કરવા માટે ઇચ્છુક છે. તેમાંથી એક આનંદ પણ રહેલા છે. તેનુ સપનુ હવે પુર્ણ થવા જઇ રહ્યુ છે. આનંદ તેની યાદીમાં ટોપમાં છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે તાજેતરમાં જ સારા જીરો ફિલ્મમાં પટકથાને લઇને ભારે પ્રભાવિત થઇ હતી. તે જીરો ફિલ્મમાં નિર્માતા નિર્દેશકને મળવા માટે પણ પહોંચી હતી. તેની આ બેઠક બાદથી એમ માનવામાં આવી રહ્યુ હતુ કે સારા આનંદની કોઇ ફિલ્મમાં કામ કરી શકે છે. જો કે આ સંબંધમાં હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આનંદ બોલિવુડના સૌથી કુશળ નિર્દેશક પૈકી એક તરીકે ગણવામાં આવે છે.

જો કે તેમની છેલ્લી ફિલ્મ જીરો બોક્સ ઓફિસ પર જોરદાર રીતે ફ્લોપ રહી હતી. સારા અલી ખાન પાસે હાલમાં અનેક મોટી ફિલ્મ છે. જેમાં ડેવિડ ધવનની ફિલ્મ કુલી નંબર વનની બીજો ભાગની ફિલ્મ છે. જેમાં વરૂણ ધવનની સાથે તે નજરે પડનાર છે. આ ઉપરાંત પણ તેની પાસે તમામ મોટા પ્રોજેક્ટની ફિલ્મ રહેલી છે. તેને એક ઉભરતી સ્ટાર તરીકે તમામ બોલિવુડ લોકો ગણી રહ્યા છે.

Share This Article