સારા અલી ખાન માત્ર મોટા સ્ટાર સાથે કામ કરવા તૈયાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન હાલમાં ચારેબાજુ ચર્ચામાં છે. કારણ કે તેની કેરિયરની બંને ફિલ્મો હિટ સાબિત થઇ ગઇ છે. બાગી-૩ ફિલ્મમાં તે કામ કરશે તેવી અટકળોનો અંત આણતા સારાએ કહ્યુ છે કે તે આ ફિલ્મમાં કામ કરી રહી નથી. સારાએ કહ્યુ છે કે તે હાલમાં માત્ર મોટા સ્ટારવાળી ફિલ્મોમાં જ ધ્યાન આપી રહી છે. બાગીમાં કામ ન કરવાને લઇને કોઇ વાત સારાએ કરી નથી. બાગી-૩ ફિલ્મ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે રોલ મોટો ન હોવાના કારણે સારાએ ઇન્કાર કરી દીધો છે. તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ અને બીજી ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે.

કેટલાક સમયથી મિડિયામાં સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની ભારે ચર્ચા છે. તેની પ્રથમ ફિલ્મ કેદારનાથમાં તે સુશાંત સિંહ રાજપુત સાથે નજરે પડી હતી. જ્યારે બીજી ફિલ્મમાં તે રણવીર સિંહ સાથે સિમ્બામાં દેખાઇ હતી. સારાને બોલિવુડની કેટલીક હસ્તીઓ જેમ કે કરણ જાહર અને આશુતોષ ગોવારીકરના ઘરની બહાર પણ જાવામાં આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે એક ફિલ્મની પટકથા સાથે અનુષ્કા શર્મા પ્રોડક્શન હાઉસ દ્વારા પણ તેનો સંપર્ક કરવામાં આવ્યો છે.

જો કે આના માટે સારા ખાને મંજુરી આપી નથી. હાલમાં એવા અહેવાલ આવ્યા હતા કે સારી પટકથા હોવા છતાં સારા ખાન સાત ફિલ્મને ફગાવી ચુકી છે. સારાની માતા અને વિતેલી વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી અમૃતા સિંહ પોતાની પુત્રીના કેરિયરમાં ધ્યાન આપી રહી છે. એમ પણ કહેવામાં આવે છે કે સારા માત્ર મોટા સ્ટાર સાથે કામ કરવા જઇ રહી છે. કેટલાક સુત્રોના કહેવા મુજબ સારા શાહિદ કપુર, રિતિક રોશન જેવા મોટા સ્ટારની સાથે કામ કરવા ઇચ્છુક છે. કારણ કે તેમની ફિલ્મો જંગી કમાણી કરી રહી છે.

Share This Article