બાગી-૩ ફિલ્મમાં કામ કરી રહી હોવાની હવે સારાની ના

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  બોલિવુડમાં હાલમાં ભારે ચર્ચામાં રહેલી સારા અલી ખાને એવા મિડિયા હેવાલને રદિયો આપ્યો છે કે તે બાગી-૩ ફિલ્મમાં કામ કરી રહી છે. બાગી-૩ ફિલ્મને લઇને ટાઇગર શ્રોફ કામ કરી રહ્યો છે. હાલમાં સારા અલી ખાન સિમ્બા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૨૮મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. સિમ્બાના પ્રમોશનમાં તે દિન રાત લાગેલી છે. તેની કેદારનાથ ફિલ્મમાં એક્ટિંગ કુશળતાની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. બાગી-૨ ફિલ્મને ઉલ્લેખનીય સફળતા મળ્યા બાદ હવે બાગી-૩ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. સારા અલી ખાનની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇને હવે તેને લેવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી હતી.

જો કે સારા તરફથી હજુ તૈયારી દર્શાવવામાં આવી નથી. સારા પ્રોજેક્ટના હિસ્સા તરીકે રહેશે કે કેમ તે અંગે હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો  ન હતો. હવે સારાએ ફિલ્મમાં કામ કરી રહી હોવાના હેવાલને રદિયો આપ્યો છે. તે પહેલા પણ કહી ચુકી છે કે તે મુખ્ય પ્રવાહની ફિલ્મોનો હિસ્સો બનવા માટે તૈયાર છે. સેફ અલી આકન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી બોક્સ ઓફિસ પર હાલમાં ભારે ચર્ચા જગાવી રહી છે. સારાની લોકપ્રિયતા હાલમાં વધી રહી છે. તેની ફેન ફોલોઇંગ વધી રહી છે.

સારા અલી ખાન હાલમાં નવા નવા કલાકારો સાથે કામ કરી રહી છે. જા કે તે મોટા સ્ટાર સાથે કામ કરવા માટે આશાવાદી છે. સેઉ અલી હાલમાં ખુબ ઓછી ફિલ્મ કરી રહ્યો છે. સારા બોલિવુડની નવી ઉભરી રહેલી તમામ સ્ટાર કરતા વધારે અસરકારક સાબિત થઇ રહી છે. બોલિવુડમાં આવનાર સમયમાં સ્ટાર કિડ્‌સ વચ્ચે સીધી સ્પર્ધા જાવા મળી શકે છે. જેમાં જાન્હવી કપુરનો સમાવેશ થાય છે.

Share This Article