મુંબઇ : સારા અલી ખાન હાલના દિવસોમાં પોતાની રીલીઝ માટે તૈયાર રહેલી ફિલ્મ કેદારનાથ અને કોફી વિથ કરણને લઇને ચર્ચામાં છે. પોતાના શાનદાર અને સમજદારીભર્યા વલણના કારણે સારા અલી ખાન હાલમાં ચર્ચામાં છે. સોમવારના દિવસે તેની ફિલ્મના ટ્રેલરને લોંચ કરવામાં આવ્યા બાદ તેની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકો સારા અલી ખાનના આત્મવિશ્વાસ અને લુકને લઇને ખુ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ટ્રેલર લોંચ થવાના પ્રસંગે સારા સાથે જ્યારે તેમની જાન્હવી સાથે સ્પર્ધા અંગે પુછવામાં આવ્યુ ત્યારે ખુબ સમજદારીપૂર્વકના જવાબ આપ્યા હતા. ટ્લેર લોંચ થવાના પ્રસંગે સારાને કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
જા કે તે ખુબ જ સમજદારીપૂર્વક જવાબો આપી ગઇ હતી. કેદારનાથ ફિલ્મ મારફતે સારા ડેબ્યુ કરી રહી છે. આ જ વર્ષે જાન્હવી પણ પોતાની પ્રથમ ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકી છે. જા કે વર્ષના બેસ્ટ ડેબ્યુ એવોર્ડ તો કોઇ એકને જ મળનાર છે. આ સ્પર્ધાને તે કોને જાવે છે તે અંગે પુછવામાં આવતા સારાએ કહ્યુ હતુ કે અમે તમામ અહીં પોતાની ભૂમિકા અદા કરવા માટે આવ્યા છીએ. અમે કોઇ ચીજ અંગે નિર્ણય લેનાર અમે કોણ છીએ. તેનુ કહેવુ છે કે જાન્હવીએ ખુબ સારુ કામ કર્યુ છે. તે પોતે ધડક ફિલ્મ નિહાળી ચુકી છે. તેના કહેવા મુજબ જાન્હવીએ શાનદાર કામ કર્યુ છે. તમામ લોકો જાન્હવીના કામની પ્રશંસા કરી રહ્યા છે. લોકોને તેનુ કામ પણ પસંદ પડે તેમ તે ઇચ્છે છે. બાકી કામ તો ચાલતા રહેશે.
સારાના જવાબ બાદ તેની નજીક બેસેલા સુશાંત રાજપુતે કહ્યુ હતુ કે આ વર્ષે બે બે ડેબ્યુ એવોર્ડ આપી શકાય છે. આ બાબત તો શક્ય છે. કેદારનાથ ફિલ્મમાં સારા અલી ખાન સુશાંત સિંહ રાજપુત સાથે કામ કરી રહી છે. ફિલ્મને સાતમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે. સારા હાલમાં કરણ જાહરના કાર્યક્રમ કોફી વિથ કરણમાં ભાગ લેવા માટે પહોંચી હતી. ફિલ્મનુ નિર્દેશન કાઇ પો ચે અને રોક ઓન જેવી ફિલ્મ બનાવી ચુકેલા નિર્દેશક અભિષેક કપુર દ્વારા કરવામાં આવી છે. ફિલ્મને લઇને તમામ ચાહકો ઉત્સુક છે. આ ફિલ્મની રજૂઆતને લઇને કેટલીક વખત વિલંબની સ્થિતી રહી ચુકી છે. સારા અન્ય ફિલ્મ રોહિત શેટ્ટીની સિમ્બામાં પણ કામ કરી રહી છે.
સેફ અલી ખાનની પુત્રી સારા પર બોલિવુડમાં હવે તમામની નજર છે. કેદારનાથ તે રોહિત શેટ્ટીની ફિલ્મ પર વધુ બાકી કામ હાથ ધરનાર છે. રોહિત શેટ્ટી મોટા ભાગે એક્શન ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થતી રહી છે. રોહિત શેટ્ટીની જે ફિલ્મો ચાહકોને યાદ છે તેમાં ગોલમાલ સિરિઝની ફિલ્મો, સિંઘમ સિરીઝની ફિલ્મો, ચેન્નાઇ એક્સપ્રેસ, દિલવાલે જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. સારા અલી હાલમાં પિતા અને બોલિવુડ સ્ટાર સેફ સાથે કરણ જાહરના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી ગઇ હતી.