સારા અલી કેદારનાથ તેમજ સિમ્બા ફિલ્મમાં નજરે પડશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: બોલિવુડમાં વધુ એક સ્ટાર કલાકારની એન્ટ્રી થઇ રહી છે. સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન બોલિવુડમાં એન્ટ્રી કરવાજઇ રહી છે. તેની બે ફિલ્મ આ વર્ષે રજૂ કરવામાં આવનાર છે. જે પૈકી તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ ૩૦મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત નજરે પડનાર છે. જ્યારે તેની બીજી ફિલ્મ સિમ્બા છે. જે રોહિત શેટ્ટીની એક્શન ફિલ્મ છે. જેમાં તેની સાથે રણવીર સિંહ પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડનાર છે. આ ફિલ્મ ૨૮મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેના પિતા અને અભિનેતા  પિતા સેફ અલી ખાન તે પોતાની પુત્રીને બિનજરૂરી સ્પર્ધા અને ગોસિપ કરીને ભયભીત કરનાર લોકોથી દુર રહેવા માટે સલાહ આપે છે. સારાની પ્રશંસા કરતા સેફ થાકતો નથી. તે કેદારનાથ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં સુશાંત અને અભિષેક કપુરની ભૂમિકા છે.

સારા ખાનનો હાલમાં ફોટોગ્રાફર સતત પીછો કરી રહ્યા છે જેથી તે તમામ માહિતી છુપાવવાના  પ્રયાસ કરી રહી છે. સારા અલી ખાન અબિષેક કપુરની નવી ફિલ્મ કેદારનાથના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપુત કામ કરી રહ્યો છે.  હાલમાં સારા અલી ખાન મુંબઇના એક લોકપ્રિય સલુનમાંથી બહાર નિકળતા કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સારાએ પોતાના ચહેરાને ઢાકવાના તમામ પ્રયાસ કર્યા હતા. તેની આ ઝલકને જાઇને ચર્ચા છે કે સારા પોતાની ડેબ્યુ ફિલ્મમાં લુકને છુપાવવાના તમામ પ્રયાસ કરી રહી છે. પોતાની પ્રથમ ફિલ્મ અંગે તમામ પ્રકારની માહિતી હાલમા જાહેર કરવામાં આવી રહી નથી.

Share This Article