સારા અને કાર્તિક એકબીજાના ગળાડુબ પ્રેમમાં હોવાની ચર્ચા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : કાર્તિક આર્યન અને સારા હાલમાં એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળી રહ્યા છે. બંને મોટા ભાગે એક સાથે જ નજરે પડે છે. બંને કેટલીક વખત પાર્ટી કરતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત ઇમ્તિયાજ અલીની ફિલ્મમાં બંને સાથે પણ નજરે પડી રહ્યા છે. આ ફિલ્મનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. કાર્તિક  અને સારા એકબીજાના નજીકના મિત્રો હોવાની વાત કબુલી ચુક્યા છે. કાર્તિકનુ નામ હાલમાં બોલિવુડમાં ચારેબાજુ છવાયેલુ છે. કેટલાક લોકો તો તેને યુવા દિલોની  ધડકન તરીકે ગણે છે. કેટલાક મોસ્ટ વોન્ટેડ મુન્ડા તરીકે પણ તેને ગણે છે. ગ્વાલિયર જેવા નાના શહેરથી ગ્લેમરની દુનિયામાં પહોંચેલા આર્યનને શરૂઆતના દિવસોંમાં કેટલીક તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તેને શરૂઆતમાં કોઇ સારી ફિલ્મો મળી રહી ન હતી.

સ્ટારડમથી પહેલા તે સંઘર્ષ કરતો રહ્યો હતો. જો કે ગયા વર્ષે તેની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મ રજૂ કરવામા આવ્યા બાદ તેની લાઇફ બદલાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે હાલમાં તેની પાસે તમામ સારી ફિલ્મો આવી રહી છે. તેની પ્રથમ ફિલ્મ પ્યાર કા પંચનામા  હતી. પંચનામા ટુ પહેલા કરતા મોટી ફિલ્મ હતી. ત્યારબાદ સોનુ કે ટીટુ કી સ્વીટી તેના કરતા પણ મોટી ફિલ્મ સાબિત થઇ હતી. તેનુ કહેવુ છે કે સાત વર્ષના ગાળા બાદ તેને સારી સફળતા મળવા લાગી છે.

બોલિવુડમાં નવી અભિનેત્રીઓ તેને ખુબ પસંદ કરે છે. જેમાં સારા અલી ખાન અને અનન્યા પાન્ડેનો સમાવેશ થાય છે. તેનુ કહેવુ છે કે અનન્યા સાથે તે એક ફિલ્મ કરી રહ્યો છે જેના કારણે તેને વર્ક ફ્રન્ટ પર મળ્યો છે. તે ખુબ કુશળ સ્ટાર છે. તે તેની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર -૨ સાથે બોલિવુડમાં  એન્ટ્રી થઇ ગઇ છે.  તે પતિ પત્નિ અને વોમાં નજરે પડનાર છે.

 

Share This Article