નવી દિલ્હી : કાશ્મીર મધ્યસ્થતા સંબંધિત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ સંસદના બંને ગૃહોમાં પણ આજે ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ હતુ કે અમેરિકી પ્રમુખના દાવા ખોટા છે. વિદેશ પ્રધાને કહ્યુ હતુ કે શિમલા સમજુતી અને લાહોર સંધીના આધાર પર આગળ વધવામાં આવનાર છે. કાશ્મીર એક દ્ધિપક્ષીય મુદ્દો છે. બંને દેશો તેને સાથે મળીને ઉકેલશે. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે વિદેશ પ્રધાને ધૈર્યપૂર્વક પોતાનુ નિવેદન કર્યુ હતુ.
તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે વાતચીત વેળા અમેરિકી પ્રમુખે કાશ્મીર મુદ્દે પર મધ્યસ્થીનો દાવો કર્યો હતો. જા કે તેઓ સ્પષ્ટતા કરવા માંગે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે કોઇ રજૂઆત કરવામાં આવી નથી. એસ. જયશંકરે કહ્યુ હતુ કે તેઓ ફરી દોહરાવી દેવા માટે ઇચ્છુક છે કે મોદીએ ક્યારેય મધ્યસ્થતાની વાત કરી નથી. કાશ્મીર એક દ્ધિપક્ષીય મુદ્દો છે. ભારત સરકારના વલણને ફરી એકવાર સ્પષ્ટ કરવામાં આવ્યુ છે.
અમે અમારા અગાઉના વલણ પર મક્કમ છીએ. તમામ સમસ્યાઓનો ઉકેલ અમે ભારત-પાકિસ્તાન સાથે મળીને કરીશુ. અમે શિમલા સમજુતીના આધાર પર આગળ વધીશુ. વિદેશ પ્રધાને પોતાના નિવેદનમાં અમે પણ કહ્યુ હતુ કે ત્રાસવાદનો અંત આવ્યા બાદ જ બંને દેશો વચ્ચે કોઇ વાતચીત શક્ય બની શકે છે. તેમણે કહ્યુ હતુ કે સરહદ પારથી ત્રાસવાદના ખાતમા પહેલા કોઇ દ્ધિપક્ષીય શાંતિ મંત્રમા શક્ય દેખાઇ નથી.