સંજુના ઓરીજીનલ મિત્ર કમલી(પરેશ)એ લખી ઇમોશનલ પોસ્ટ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રાજકુમાર હિરાણીની ફિલ્મ સંજુ કરોડોનો બિઝનેસ કરી રહી છે. ત્યારે રણબીર કપૂર અને વિક્કી કૌશલની એક્ટિંગની ભરપૂર પ્રશંસા થઇ રહી છે. સંજુ ફિલ્મ જોયા બાદ લોકોને એ જાણવાની ઉત્સુકતા હતી કે ફિલ્મમાં દર્શાવાયેલુ પાત્ર કમલી રિયલ લાઇફમાં કોણ છે.

રીલ લાઇફનો કમલેશ કપાસી રિયલ લાઇફનો પરેશ ગેલાણી છે. જે અમેરિકામાં રહે છે અને બિઝનેસ કરે છે. ફિલ્મ જોયા બાદ સંજય દત્ત તો ઇમોશનલ થયા જ હતા પરંતુ પરેશ પણ ઇમોશનલ થઇ ગયા હતા અને તેમણે સંજુ અને તેમની મિત્રતા માટે એક પોસ્ટ લખી હતી.

પરેશે લખ્યુ કે “આપણી દોસ્તીએ ઘણી તકલીફોનો સામનો કર્યો છે. આપણે બંને દરેક પરિસ્થિતિમાં સાથે રહ્યા છીએ, અને આજે પણ એક સાથે જ છીએ. સંજૂ મારી જીંદગીનો હિસ્સો બનવા માટે આભાર. મને પોતાનો માનવા માટે આભાર. મારો સુરક્ષાકવચ બનવા માટે આભાર. હર હંમેશ મારી સાથે રહેવા માટે આભાર. આ જર્ની આપણા બંને માટે આસાન ન હતી. આ જર્નીમાં મે તારા પાસેથી મુશ્કેલ ઘડીમાં પણ કેવી રીતે રહેવું તે શીખ્યુ છે. જે ભૂલો તે કરી અને તેમાંથી બહાર નીકળીને તુ જેવો વ્યક્તિ બન્યો છે તેના માટે શબ્દો પણ ઓછા પડે છે. કાબિલ-એ-તારીફ છે. તારા જેવો મિત્ર અને ભાઇ દરેક લોકો ઇચ્છશે.”

આટલી ઇમોશનલ પોસ્ટ બાદ હવે સંજય દત્તના જવાબની રાહ રહેશે.

Share This Article