જૂન મહિનાના અંતમાં 29 જૂને જે ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે તે ફિલ્મ એટલે સંજુ. સંજુ એ બોલિવુડ અભિનેતા સંજય દત્તના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં સંજય દત્તનો રાલ રણબીર કપૂરે કર્યો છે. જ્યારે સુનિલ દત્તનું પાત્ર પરેશ રાવલે ભજવ્યું છે. ફિલ્મની અંદર સંજય દત્તની 35 વર્ષની જર્ની બતાવવામાં આવી છે. સંજુની માતા નરગીસનું પાત્ર મનીષા કોઇરાલાએ ભજવ્યું છે. ટીના મુનીમનો રોલ સોનમ કપૂરે કર્યો છે. જ્યારે ફિલ્મમાં અનુષ્કા શર્મા પણ છે, માન્યતાના રોલમાં દિયા મિર્ઝા છે.
ફિલ્મ સંજુમાં ઘણા બધા પાત્ર છે, પરંતુ ફિલ્મના ટ્રેલરમાં સંજયનો એક મિત્ર બતાવવામાં આવ્યો છે. એ મિત્ર કોણ છે, તેના વિષે કદાચ લોકોને જાણકારી નહી હો. ફિલ્મમાં સંજુના મિત્રનુ પાત્ર વિક્કી કૌશલે ભજવ્યુ છે. જે સંજય દત્તના જૂના મિત્ર પરેશનું પાત્ર છે. જે ભારતની બહાર રહે છે. પરેશ એ ગુજરાતી છે અને હાલમાં પણ સંજયનો ખુબ સારો મિત્ર છે.
વિક્કી કૌશલ એ હાલમાં જ આવેલી આલિયા ભટ્ટની ફિલ્મ રાઝીમાં આલિયા સાથે જોવા મળ્યો હતો. વિક્કીએ જણાવ્યું હતુ કે સંજુમાં પોતાના ગુજરાતી રોલ માટે તેણે ખુબ પ્રેક્ટિસ કરી છે. ગુજરાતી ભાષાનો લહેકો લાવવા માટે તેણે ગુજરાતી થિયેટર આર્ટીસ્ટ ડિમ્પલ શાહની મદદ લીધી હતી. સાથે જ તે સુરતમાં પણ 4 દિવસ રોકાયો હતો, જેથી તે ગુજરાતી લોકો કેવી રીતે રહે છે, તેમના એક્સપ્રેશન કેવા હોય છે તે સમજી શકે.
ફિલ્મમાં બોમન ઇરાની પણ છે, પરંતુ તે ક્યા રોલમાં છે તે હજૂ જાણવા મળ્યું નથી. ફિલ્મ બોક્સઓફિસ પર શું ઉકાળે છે તે તો સમય આવે જ ખબર પડશે.