સંજય દત્તની ઓટોબાયોગ્રાફી ફિલ્મી રૂપમાં 29 જૂને રિલીઝ થઇ છે, ત્યારે બોલિવુડના ટોચના લોકોએ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે. આમીર ખાને કહ્યુ કે રણબીર અને વિકી કૌશલ બંનેની એક્ટિંગ દમદાર છે. ત્યારે બીજા ઘણા કલાકારોએ પણ સંજુ ફિલ્મમાં રણબીર કપૂરની એક્ટિંગના પેટભરીને વખાણ કર્યા છે.
આ લિસ્ટમાં શબાના આઝમી પણ સામેલ થયા છે. શબાના આઝમીએ ટ્વિટ કરીને સંજુમાં રણબીરના વખાણ કરતા કહ્યુ હતુ કે, ફિલ્મ સંજુમાં રણબીર કપૂરની એક્ટિંગ ખુબ શાનદાર છે. ઋષિ કપૂર અને નીતુને રણબીર પર ગર્વ થશે. નીતુ તો ફિલ્મ જોઇને ખુશીથી રડી પડશે.
તેના જવાબમાં ઋષિ કપૂરે કહ્યુ હતુ કે તમારા જેવી દિગ્ગજ અભિનેત્રી રણબીરની પ્રસંશા કરે છે. ઋષિએ હજૂ ફિલમ જોઇ નથી તે હાલમાં બહાર છે. જ્યારે ભારત આવશે ત્યારે પહેલા સંજુ જોશે. ફિલ્મ સંજુએ દરેકની વાહવાહી જીતી છે. હવે ફિલ્મ બોક્સઓફિસ પર રેકોર્ડ તોડી નાંખશે તેવુ લાગી રહ્યુ છે.