ભારતના સૌથી જૂના જાહેર બગીચાઓમાનો એક, એટલે કે પરિમલ ગાર્ડનનું વૈજ્ઞાનિક રીતે તેમજ સૌંદર્યલક્ષી દ્રષ્ટી સાથે ટોરેન્ટ ગ્રુપની નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન- UNM ફાઉન્ડેશન દ્વારા રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે. UNM ફાઉન્ડેશનની ‘પ્રતિતી’ પહેલની હેઠળ રિસ્ટોર થયેલ આ સુંદરતમ, નયનગમ્ય, લેન્ડસ્કેપ ગાર્ડનને અનેક મોર્ડન સુવિધા સાથે આજે જન સામાન્યને સમર્પિત કરવામાં આવ્યું છે.
નવીનતમ ડેવલપ થયેલ અને 8.5 એકરમાં ફેલાયેલ પરિમલ ગાર્ડન એ જાહેર બગીચાઓ માટેનું વર્લ્ડ ક્લાસ ઉદાહરણ છે. છેલ્લા છ દાયકાઓથી પરિમલ ગાર્ડન શહેરના ઉતાર અને ચઢાવનું સાક્ષી રહ્યું છે. 60 વર્ષના લાંબા સમયગાળામાં આ બગીચાએ શહેરની સંસ્કૃતિ, સાંસ્કૃતિક વિરાસત અને વારસાને બરાબર અકબંધ પણે જાળવી રાખ્યા છે. શહેરના દરેક પરિવારે અહીં અવશ્યપણે મુલાકાત લેવા જેવી છે.
ઐતિહાસિક મહત્વ
1950 ના છેલ્લા થોડા સમયગાળામાં AMC ના પ્રથમ મેયર શ્રી ચિનુભાઈ ચીમનલાલ કે જેઓ મોટાભાગે ચીમનભાઈ મેયર તરીકે જાણીતા હતા, તેમણે દરખાસ્ત મૂકી કે અમદાવાદમાં વિશિષ્ટતા સાથેના બગીચા-પાર્ક હોવા જોઈએ. તેમના આ વિચારે પરિમલ ગાર્ડનને જન્મ આપ્યો. શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સિટી કાઉન્સીલના સભ્ય શ્રી જયંતિલાલ ભીખાભાઇએ આ વિચારને આગળ વધારતા ટેક્સ્ટટાઈલ મિલ ઓનર્સ સમક્ષ આ પહેલને ફંડ પૂરું પાડવાની દરખાસ્ત મૂકી.
તેના નવા અવતારમાં પરિમલ ગાર્ડનની તેની ઇંટોની ચીમનીઓ અને બોગનવિલેઆ આર્બર જેવા છોડ સહિતની આગવી ઓળખને જાળવી રાખીને સંપૂર્ણપણે કાયાપલટ (રીસ્ટોરેશન) કરવામાં આવ્યુ છે. એકતરફ તમામ 400 વર્ષ જૂના વૃક્ષોનું જેમાં આઈકોનીક વડ પણ શામેલ છે, તેનું જતન કરવામાં આવ્યું છે તો બીજી તરફ વિવિધ 45 પ્રજાતિઓના 600 થી વધુ વૃક્ષોને અને 125 વિવિધતાના 75000 છોડવાઓને ઉમેરવામાં આવ્યા છે. બગીચાની હરિયાળીમાં વધારો કરવા વાંસ અને પાલ્મને પણ રોપવામાં આવ્યા છે.
આ ગાર્ડન નીચેની વિશેષતાઓથી સુસજ્જ છે:
- લગભગ 13,000 ચો.ફૂટનો ધ્યાન અને મેડીટેશન એરીયા
- વિવિધ પ્રકારના કમળ અને માછલીઓ સાથેનું કમળ સરોવર
- વિવિધ પ્રકારના હર્બલ અને જડીબૂટ્ટીઓ સાથેના ઔષધાત્મક ગુણો તત્વો ધરાવતા ગિલોય, આદૂ, હળદર, લેમન ગ્રાસ, કુવારપાઠું સહિતના છોડ સાથેનું ઔષધોને સમર્પિત હર્બ ગાર્ડન
- સરોવરની આસપાસ નિરાંતથી બેસી શકાય તેવી 100 ટેરાઝો બેન્ચ (બાંકડાઓ) કે જેના પર 500 લોકો બેસી શકે છે.
- ઇકો-ફ્રેન્ડલી વોક વે કે જે ચાલવા માટે અનુકૂળ છે તેમજ ઘૂટણ પર વધારે ભાર ન આવે તે રીતે બનાવાયા છે.
- 1450 ચો.ફૂટ ને આવરી લેતો પ્રદર્શન, કે કલાકૃતિઓના સ્ટોરેજ માટે આદર્શ એવો નેચર કોરર (રંગમંચ)
- બે માળનું અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેનું પુરુષો અને મહિલાઓની અલગ અલગ વિભાગ ધરાવતું જીમ્નાશિયમ કે જે બાળકો માટે પણ ડેડીકેટેડ જીમ ધરાવે છે જેથી તેમને એક્ટિવ અને ફીટ રહેવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
- સાથે જ ગાર્ડનને એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે જેથી નાગરિકો તેમના પાળતું શ્વાન કે અન્ય (પેટ) સાથે પણ બગીચામાં હરી ફરી શકે જે તેને ભારતના આવા કેટલાક જાહેર પેટ પાર્ક માનો એક બનાવે છે.
સપના મહેતા, ડીરેક્ટર – UNM ફાઉન્ડેશન, એ જણાવ્યુ હતું કે “અમદાવાદમાં નાગરિકોને સમર્પિત ગાર્ડનનો કોન્સેપ્ટની પહેલ લગભગ દસ દાયકા પૂર્વે થઈ હતી. તે સમયે તેને તે સમયના મિલ માલિકો દ્વારા અમલમાં લાવવામાં આવેલ. એક કોર્પોરેટ તરીકે અને એક નાગરિક તરીકે પણ ટોરેન્ટમાં અમે વિચાર્યું કે તેમની મહેનત વ્યર્થ ના જવી જોઈએ. આપણે આપણાં શહેરની હરિયાળીને વધુ સમૃદ્ધ બનાવવી જોઈએ. અંદાજે બે દાયકા પહેલા અમે આ જવાબદારીને સંભાળો અને જૂના ઐતિહાસિક વારસા સમાન બગીચાઓની જાળવણી અને તેને કાયાપલટ કરવાનું શરૂ કર્યું. અત્યારસુધીમાં UNM ફાઉન્ડેશનની પહેલ ‘પ્રતીતિ’ હેઠળ અમે શહેરમાં લગભગ 8 જેટલા બગીચાઓને ડેવલપ કર્યા છે તેમજ તેની જાળવણી કરી રહ્યા છીએ, જ્યારે ઘણા બીજા બગીચાઓનું કાર્ય પ્રગતિ હેઠળ છે. અમારો હેતુ ટકાઉ હરીયાળી ગ્રીન કવરના નિર્માણનો છે, જેને સમગ્ર દેશમાં સમાન વિચારસરણી ધરાવતા લોકોની સાથે મળીને રેપ્લિકેટ-અનુસરી શકાય. આવા પાર્ક જેનતે શહેરના અને શહેરવાસીઓના સામાજિક આર્થિક અને શારીરીક સુખાકારીમાં એક મહત્વનો ભાગ ભજવે છે. જેમ જેમ શહેર વધુ ગીચ થતાં જાય છે તેમ તેમ બગીચાઓને શહેરી સમાજના એક્ટિવ જીવનશૈલી માટે અને હેલ્થ ખર્ચને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ ટૂલ તરીકે જોવામાં આવી રહ્યું છે.”
પ્રતિતી
UNM ફાઉન્ડેશન, ટોરેન્ટ ગ્રૂપની એક વિકસતી શાખા એ હેલ્થકેર, એજ્યુકેશન અને સામાજિક ઘડતરની બાબતોમાં નોંધપાત્ર એવું ચેરિટી વર્ક કર્યું છે.
UNM ફાઉન્ડેશનની સાથે LEAF કે જે મેસર્સ પ્રભાકર બી ભાગવતનો રીસર્ચ સંસ્થા છે તેમણે સાથે મળીને “ ‘ધ પાર્કસ પીપલ’ ગૃપ બનાવ્યું છે, જે શહેરના અનેક સમાન રસ ધરાવતા ડીઝાઈનરોને સાંકળી લે છે. UNM ફાઉન્ડેશન અને પાર્ક્સ પીપલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ સાથે પ્રતીતિ નો પ્રારંભ કર્યો. અત્યાર સુધીમાં અનેક પાર્કને ડેવલપ કરવામાં આવ્યા છે, જે અમદાવાદ શહેરના અનેક આર્થિક સામાજીક વિભાગોમાં આવેલા છે.
આ ગાર્ડનના કેટલાક સિદ્ધાંતો નીચે અનુસાર છે.:
1. ટકાઉ ખર્ચ, જેથી કરીને જો આ મોડલનું અનુસરણ કરવામાં આવે તો પાર્કને અપગ્રેડ કરી શકાય
2. જાળવણી લાયક પાર્ક, જેથી કરીને તે બિસ્માર હાલતનો ભોગ ના બને
3. જાળવણીપૂર્વક સંવર્ધન અને વરસાદના પાણીથી જળ સ્તરની વૃદ્ધિ (રિચાર્જ)
4. શહેરી વિસ્તાર તેમજ પાર્કમાં જૈવ વિવિધતા અને છોડ વિવિધતા
5. તમામ પાર્કમાં દિવ્યાંગો પણ પ્રવેશમાં કરી શકે તેવી વ્યવસ્થા
6. સખત, કાર્યાત્મક અને જેનું અન્ય પાર્કોમાં અનુસરણ થઈ શકે તેવી ઉત્તમ ડીઝાઈન પર આધારિત રચના
પ્રતીતિ તેમની આ પહેલને આસપાસના વિકાસશીલ ભાગોના અનેક નવા બગીચાઓના નિર્માણ તેની જાળવણીને જારી રાખવા માટે કટીબદ્ધ છે.
પરિમલ ગાર્ડન એ મહેતા પરિવાર દ્વારા સ્થાપિત ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશન દ્વારા ડેવલપ થનાર 9 મો બગીચો છે. આ સિવાયના અન્ય 8 બગીચાઓમાં થલતેજ – સ્વાતિ બંગલો પાર્ક, હેબતપુરા પાર્ક અને થલતેજ પાર્ક; આંબાવાડી – સુકન પાર્ક,બોડકદેવ – સિંધુભવન પાર્ક; રાણીપ- રાણીપ પાર્ક; એલિસ બ્રીજ – લોકમાન્ય ટીલક પાર્ક (વિકટોરીયા ગાર્ડન); સાબરમતી – સાબરમતી પાર્કનો સમાવેશ થાય છે. આ જ પ્રકારના ડેવલપમેન્ટ સાથે સુરતના ત્રણ બગીચાઓનું કામ પણ પ્રગતિ હેઠળ છે. આ તમામ ગાર્ડન કોન્સેપ્ટ પર આધારિત છે જેને જાણીતા આર્કીટેક્ટ દ્વારા ડીઝાઇન કરવામાં આવ્યા છે. આ જાહેર હરીયાળી આચ્છાદિત શહેરના લેન્ડસ્કેપને શહેરના નાગરિકો પણ એક મહત્વપૂર્ણ લેન્ડમાર્ક તરીકે યાદ રાખે છે. સતત આ પાર્કની જાળવણી માટે સૌથી સૌથી વધુ ધ્યાન આપવામાં આવે છે. માત્ર બગીચાને સમર્પિત માળીઓ, મેનેજમેન્ટ માટેના સ્ટાફ અને સિક્યુરીટી સ્ટાફની નિમણૂક પણ ટોરેન્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.
UNM ફાઉન્ડેશન
“જ્યારે તમે તમારા વિશે વિચારો ત્યારે અન્ય લોકો વિશે પણ વિચારો” અમારા સંસ્થાપકોની આ ફીલોસોફીની સાથે સ્વ, શ્રી યુ એન મહેતા, ધ ‘UNM ફાઉન્ડેશન’ એક નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશનની મહેતા પરિવાર દ્વારા સ્થાપના કરવામાં આવી કે જેઓ ટોરેન્ટ ગ્રુપના પણ સંસ્થાપક છે. ફાઉન્ડેશન દ્વારા મહેતા પરિવાર અને ટોરેન્ટ ગૃપની સામાજીક અને લોકોપકારની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે જેમાં કેન્દ્રમાં હોય છે
સામાજીક હેલ્થકેર
- યુએન મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી અને રીસર્ચ સેન્ટર અને અન્ય હોસ્પિટલોનું ડેવલપમેન્ટ
- REACH, Reach EAch Child – પહેલની સાથે પેડીયાટ્રીક હેલ્થકેર પર ફોકસ
એજ્યુકેશન & નોલેજ વૃદ્ધિ
- શિક્ષાસેતુ, : સરકારી શાળાઓના પ્રાથમિક શિક્ષકોને તાલીમ તેમજ તે માટે ઇન્ફ્રાસ્ટ્રકચરની આપૂર્તિ
- શારદાશીશ – AMGEN પાવર પ્લાન્ટ ખાતે શાળા
આર્ટસ કલ્ચર અને સુખાકારીતા
- અભિવ્યક્તિ, – The City Arts Project
- પ્રતિતી – જાહેર બગીચાઓનો વિકાસ અને સરંક્ષણ
પોતાના અભિગમમાં સતત નવીનતા જાળવતા અને તેને સુધારતા UNM ફાઉન્ડેશન સતત એ બાબત પર ભાર મૂકે છે અને એ બાબતને સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ રહે છે કે તેમના દ્વારા કરવામાં આવેલ પહેલ સમાજમાં સ્થાયી સુધારાનું સર્જન કરે.