સંજય દત્તની બહેનને ફિલ્મના બે પાત્ર પસંદ ના આવ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડ અભિનેતા સંજય દત્તના જીવન ઉપર બનેલી બાયોપિક સંજુને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. રણબીર કપૂર માટે તો  ફિલ્મ જાણે તેના કરિયરનો એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો છે. સંજય દત્ત પણ આ ફિલ્મ જોઇને ઇમોશનલ થઇ ગયા હતા. બોલિવુડના દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓએ ફિલ્મને વખાણી છે. જ્યારે સંજય દત્તની બહેન નમ્રતાને આ ફિલ્મના બે પાત્ર પસંદ નથી આવ્યા.

સંજય દત્તની બહેન નમ્રતાએ કહ્યુ હતુ કે, તેણે ફિલ્મ સંજુ જોઇ. સંજુમાં સંજય દત્તના જીવનના ઘણા ખરા પાસા દર્શાવ્યા છે. રણબીર કપૂરે સંજય દત્તને ખૂબ સારી રીતે પરદા પર ઉતાર્યો છે. સંજય દત્તનુ ડ્રગ એડિક્શન અને આતંકવાદી હોવાનુ સામે આવવુ તે પરિવાર માટે ખૂબ મોટી બાબત હતી. તેમાંથી સંજય જેવી રીતે બહાર આવ્યો તે જોઇને પરિવારના દરેક વ્યક્તિ ખુશ હતા.

નમ્રતાએ કહ્યુ કે તેને વિક્કી કૌશલનો રોલ પણ ખૂબ પસંદ આવ્યો હતો. નમ્રતાને સુનિલ દત્ત અને માતા નરગિસના રોલ પસંદ ના આવ્યા. તેણે કહ્યુ કે તેના માતા-પિતાને પરદા પર ઉતારવા એટલા આસાન નથી. બંને આઇકોનિક રોલ છે. દર્શકોને રોલ પસંદ આવ્યા તે સારી બાબત છે, પરંતુ કોઇ પણ એક્ટર સુનિલજી અને નરગીસજીના પાત્ર ના ભજવી શકે.

નમ્રતાએ તેમ પણ કહ્યુ હતુ કે, તેના પિતા સુનિલ દત્ત આજે જીવતા હોત તો સંજય દત્તને આઝાદ અને નોર્મલ જોઇને ખુબ ખુશ થાત.

Share This Article