સંજુની સક્સેસ પાર્ટીમાં કેમ ગાયબ હતા સંજય દત્ત ?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સોમવારે ફિલ્મ સંજુની ગ્રાંડ સક્સેસ પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સોનમ કપૂર, અનુષ્કા શર્મા અને વિક્કી કૌશલને બાદ કરતા ફિલ્મના બધા જ સભ્યો પાર્ટીમાં હાજર હતા. જે વ્યક્તિ પર ફિલ્મ બની છે તે સંજય દત્ત આ પાર્ટીમાં હાજર ન હતા. તે કેમ હાજર ન હતા તેનુ કારણ જાણવા મળ્યુ છે કે, તે પોતાના પરિવાર સાથે સિંગાપુરમાં રજાઓ ગાળવા ગયા હતા. તેવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે સંજય દત્તે જાણી જોઇને આ જ તારીખોમાં ફરવા જવાનુ નક્કી કર્યુ છે.

સંજય દત્ત ફિલ્મ રિલીઝ થઇ તે પહેલા અને ફિલ્મ આટલી બધી હિટ થઇ તે બાદ પણ મિડીયાથી દુર રહેવા લાગ્યા છે. તેવુ લાગી રહ્યુ છે કે સંજય દત્ત મિડીયાના સવાલ જવાબથી બચવા માંગે છે. સક્સેસ પાર્ટીમાં બધા સ્ટાર્સે મસ્તી મજાક કર્યુ. પરેશ રાવલ, રણબીર કપૂર અને વિક્કી કૌશલની એક્ટિંગને ખૂબ વખાણવામાં આવ્યા હતા. પરેશ રાવલ અને રણબીર કપૂરે તો એક સ્પીચ પણ આપી હતી. હવે આ સવાલનો જવાબ શોધવો મુશ્કેલ છે કે બાબા કેમ મિડીયાથી દૂર રહે છે.

Share This Article