સંજય દત્તને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કર્યો હતો બેન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સંજય દત્તની બાયોપિક જલ્દી જ મોટા પરદે રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર લોન્ચીંગ દરમિયાન ફિલ્મના લગભગ દરેક કલાકાર લોન્ચમાં મોજૂદ હતા. લોન્ચ દરમિયાન વિધુ વિનોદ ચોપરાએ ઘણા રાઝ ખોલ્યા હતા. તેમણે કહ્યું હતુ કે, થોડા વર્ષો પહેલા તે સંજયને ઓળખતા પણ ન હતા.

જ્યારે સંજય દત્ત પહેલી વાર જેલ ગયા હતા ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સંજુને બેન કર્યો હતો. વિધુને એવુ લાગ્યુ હતું કે, આ નિર્ણય ખોટો છે. સંજય પોતાની ભૂલ માની ચૂક્યા હતા. એક દિવસ તે સંજયને મળ્યા અને કહ્યું કે સંજયની સાથે ફિલ્મ કરશે. જ્યારે સંજય વિધુના ઘરે તેમને મળવા ગયા. ત્યારે વિધુએ સંજયને કહ્યું કે અત્યારે તો તેમની પાસે કોઇ ફિલ્મ નથી પરંતુ જ્યારે ફિલ્મ આવશે ત્યારે પાક્કુ તેની સાથે ફિલ્મ કરશે.

આ મિટીંગ બાદ વિધુ એ સંજયની સાથે મિશન કશ્મીર, એકલવ્ય અને મુન્નાભાઇ સિરીઝ બનાવી. જ્યારે રાજૂ હિરાણી વિધુ પાસે સંજુ ફિલ્મની સ્ટોરી લઇને ગયા ત્યારે વિધુએ કહ્યું કે જીવન તો સંજય દત્તે જ જીવ્યું છે. આપણે તો ઇચ્છીને પણ આવું જીવન ના જીવી શકીએ.

તમને જણાવી દઇએ કે, સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ સંજુ 29 જૂનના રોજ રિલીઝ થઇ રહી છે.

Share This Article