ફિલ્મ સંજુ જોયા બાદ રડી પડ્યા સંજય દત્ત

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

29 જૂનના રોજ રિલીઝ થયેલી બોલિવુડના અભિનેતા સંજય દત્ત પરની બાયોપિક સંજુ સુપર ડુપર હિટ સાબિત થઇ છે. બોલિવુડના દિગ્ગજ કલાકાર સંજુ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ રણબીરની એક્ટિંગ અને રાજકુમાર હિરાણીના ડિરેક્શનની ભરપૂર પ્રશંસા થઇ છે. દર્શક અને ક્રિટીક્સ તો ફિલ્મની ભરપૂર તારીફ કરી જ ચૂક્યા છે, પરંતુ જે વ્યક્તિ પર ફિલ્મ બની છે તે સંજય દત્તને ફિલ્મ કેવી લાગી તે જાણવા માટે લોકો ઉત્સુક છે.

આ બાબતે જ્યારે રાજકુમાર હિરાણીને પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, ફિલ્મ જોતી વખતે સંજય દત્તના એક્સપ્રેશન જોવા જેવા હતા. ફિલ્મ પત્યા બાદ સંજય દત્ત રડી પડ્યા હતા અને લાંબા સમય સુધી રડતા જ રહ્યા હતા. બાદમાં સંજય દત્તે રણબીર કપૂરની સામે જોયુ અને તેને ભેટી પડ્યા, લાંબા સમય સુધી રણબીરને સંજય દત્તે ગળે લગાવીને રાખ્યો હતો.

સંજય દત્ત એકલા જ નથી કે જે ફિલ્મ જોઇને રડી પડ્યા હોય. ફિલ્મ જોતા જોતા દર્શકો પણ રડી પડે તેવા ખૂબ ઇમોશનલ સીન દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મ જોયા બાદ રણબીર કપૂરની એક્ટિંગ અને રાજકુમાર હિરાણીના ડિરેક્શનના ભરપૂર વખાણ થયા છે. ફિલ્મ સંજુએ બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા છે અને 100 કરોડ ક્લબમાં પણ સામેલ થઇ ગઇ છે.

વ્હોટએપ પર ન્યુઝ અપડેટ મેળવવા માટે અહિં ક્લિક કરોઃ

Share This Article