સાનિયા મિર્ઝાનો એરપોર્ટ લૂક -દેખાયા બેબી બમ્પ્સ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની પ્રેગનેન્ટ હોવાની ખબર આવી રહી હતી. આ ખબર બાદ સાનિયાને ઘણા બધા લોકોએ અભિનંદન આપ્યા હતા. આ ખબર બાદ સાનિયા મિર્ઝા એરપોર્ટ પર જોવા મળી હતી. સાનિયાએ એરપોર્ટ પર ઢીલા સલવાર કમીઝ પહેર્યા હતા. જેમાં તેના બેબી બમ્પ દેખાઇ રહ્યા હતા. સલવાર કુર્તામાં સાનિયાને ઓળખવી મુશ્કેલ હતી. સાનિયાએ ડ્રેસની સાથે ફ્લેટ ચપ્પલ પહેર્યા હતા. તેમનો આ લૂક અત્યારે ખાસો ચર્ચામાં છે.

સાનિયા પ્રેગનેન્સીમાં પોતાનુ ખાસ ધ્યાન રાખી રહી છે. યોગ દિવસ પર તેણે યોગ કરતો ફોટો પોસ્ટ કર્યો છે. સાનિયાને બાળકના જન્મ પહેલા જ બાળકનું નામ શું રાખવુ તે માટેના સજેશન મળવા લાગ્યા છે. શિરીષ કુંદરે ટ્વિટ કર્યુ હતુ કે જો આવનાર બાળક બોય હોય તો તેનુ નામ ગાલિબ રાખવામાં આવે કારણકે તેમની ઇચ્છા હંમેશાથી ગાલિબને મળવાની હતી.

ઉલ્લેખનિય છે કે, સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે 2010માં લગ્ન કર્યા હતા. 8 વર્ષ બાદ આ તેમનું પહેલુ સંતાન હશે.

Share This Article