હવામાન વિભાગે દેશના ૧૩ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. રાજસ્થાનના સરહદી વિસ્તારમાં રેતીનું તોફાન ઉઠયા પછી રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાં રેતીનું તોફાન ત્રાટકી શકે એવી શક્યતાના પગલે રાજ્ય સરકારોએ બચાવ ટીમને તૈયાર રાખી છે. રાજસ્થાનના પાકિસ્તાનની સરહદ નજીક આવેલા કસ્બાઓમાં રેતીનું તીવ્ર તોફાન જોવા મળ્યું હતું.
Contents
હવામાન વિભાગે દેશના ૧૩ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોને એલર્ટ રહેવાની સૂચના આપી છે. રાજસ્થાનના સરહદી વિસ્તારમાં રેતીનું તોફાન ઉઠયા પછી રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ જેવા રાજ્યોમાં રેતીનું તોફાન ત્રાટકી શકે એવી શક્યતાના પગલે રાજ્ય સરકારોએ બચાવ ટીમને તૈયાર રાખી છે. રાજસ્થાનના પાકિસ્તાનની સરહદ નજીક આવેલા કસ્બાઓમાં રેતીનું તીવ્ર તોફાન જોવા મળ્યું હતું.પાકિસ્તાન તરફથી આવેલું આ રેતીનું તોફાન રાજસ્થાનમાં ત્રાટકી શકે છે એવી આગાહી પછી રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં એલર્ટ જારી કરાયો હતો. એટલું જ નહીં, હવામાન ખાતાએ દિલ્હી અને હરિયાણાને પણ રેતીના તોફાન સામે સાવધાન રહેવાનું સૂચન કર્યું હતું. આગામી ૨૪ કલાક સુધી આ રેતીનું તોફાન દેશના અડધો ડઝન રાજ્યોને ધમરોળી શકે છે એવી આગાહી પછી રાજ્ય સરકારોની બચાવ ટૂકડીઓ એલર્ટ થઈ હતી.એકાએક બદલાઈ ગયેલા હવામાનનો અભ્યાસ કરીને હવામાન વિભાગે બિહાર, પ.બંગાળ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશથી લઈને ગોવા અને છેક કેરળ અને કર્ણાટકમાં તીવ્ર હવા ફૂંકાવાની અને વરસાદની આગાહી પણ કરી છે.પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ ત્રાટકી શકે એવું વાતાવરણ પલટાયું હતું. ઉત્તરાખંડના ચમોલીમાં તો ભારે હવાનું મોજું ફૂંકાયું હતું, જેના કારણે છાપરા ઉડી ગયા હતા અને કેટલાક વૃક્ષો પણ પડી ગયા હતા. બે યાત્રાળુઓને ઈજા થયાનું જણાવાયું હતું. એ યાત્રાળુઓ ગુજરાતના હોવાનું પણ એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું.