પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોઇડામાં સેમસંગ કંપનીના એક યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. મળતી માહિતી મુજબ આ દુનિયાની સૌથી મોટી મોબાઇલ નિર્માતા ફેક્ટ્રીઓ પૈકી એક હશે અને તેની વાર્ષિક નિર્માણ ક્ષમતા ૧૨૦ મિલિયન ફોન હશે. આ ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદી સાથે દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ મૂન જે પણ ઉપસ્થિત રહ્યા હતા.
નોઇડામાં સેક્ટર-૮૧ ખાતે ઉદ્ઘાટિત કરાયેલ આ નવુ યુનિટ ૫૦૦૦ કરોડના રોકાણથી નિર્મિત છે. સરકારની નોઇડા-ગ્રેટર નોઇડાને દેશનું પ્રથમ મોબાઇલ ઓપન એક્સચેંજ બનાવવાની યોજના છે. આ અંતર્ગત મોટી મોબાઇલ કંપનીઓ અહિં પોતાના એકમ સ્થાપી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે આગામી કેટલાંક વર્ષોમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થવાની સંભાવના છે, જ્યારે પાંચ લાખ રોજગારની તકો ઉદભવી શકે છે.
નોઇડા સ્થિત સેમસંગના નવા એકમનું ઉદ્ઘાટન પહેલા પીએમ મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે મેટ્રોની સવારી કરી હતી.