- વોશિંગ મશીનોમાં આઈ વૉશ ફીચર વૉશ લોડ, વોટર લેવલ, ફેબ્રિક સોફ્ટનેસ, સોઇલ લેવલ અને ડિટર્જન્ટને ઓળખી કાઢે છે જેથી ઝડપથી અને સક્ષમપણે શ્રેષ્ઠ પરિણામો મળી શકે
- નવા AI EcobubbleTMવોશિંગ મશીન્સ વાઇ–ફાઇ ટેક્નોલોજી સાથે આવે છે જે સેમસંગ સ્માર્ટથિંગ્સ દ્વારા ગમે ત્યારે અને ગમે ત્યાં તમારા વોશિંગ મશીનને મોનિટર અને કંટ્રોલ કરવાની સુવિધા આપે છે
- નવી રેન્જ પાણી અને ઊર્જા બચાવવામાં નોંધપાત્ર યોગદાન આપે છે
ગુરુગ્રામ: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે AI EcobubbleTMફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીનોની નવી રેન્જ લોન્ચ કરી છે. વોશિંગ મશીનોની આ નવી રેન્જ 11 કિગ્રા સેગમેન્ટમાં પહેલી છે જે એઆઈ વોશ, Q-DriveTMઅને ઓટો ડિસ્પેન્સ જેવા એડવાન્સ્ડ ફીચર્સ સાથે આવે છે જેનાથી તમારા કપડાં ધોવાની કામગીરી 50% ઝડપી બને છે, 45.5% વધુ સારી કપડાંની સંભાળ મળે છે અને 70% સુધી વધુ ઊર્જા-સક્ષમ છે.
AI EcobubbleTMએ સેમસંગની Q-BubbleTM and QuickDriveTM ટેક્નોલોજીનું શ્રેષ્ઠ મિશ્રણ છે જે વોશિંગને વધુ ઝડપી બનાવે છે અને ઓછો સમય માંગે છે. Q-BubbleTM ટેક્નોલોજી ડાયનેમિક ડ્રમ રોટેશન અને વધારાના વોટર શોટ્સનું મિશ્રણ કરે છે જેનાથી ઝડપી ડિટર્જન્ટ ફેલાવા સાથે વધુ મજબૂત અને શક્તિશાળી બબલ્સ બને છે. QuickDriveTM 50% સુધીનો વોશ ટાઇમ ઘટાડે છે. આ ફીચર્સ AI EcobubbleTMના પર્ફોર્મન્સને વધારે છે અને ટકાઉ બનાવે છે કારણ કે પાણી અને ઊર્જા સંવર્ધનમાં મહત્વપૂર્ણ પ્રદાન કરે છે.
ઓટો ડિસ્પેન્સ અને એઆઈ વૉશ સાથેની નવી રેન્જ અત્યંત સાહજિક અને સ્માર્ટ છે. એઆઈ વૉશ ફીચર લોડના વજનને સમજે છે અને જરૂરી પાણી અને ડિટર્જન્ટની માત્રાને ઓપ્ટિમાઇઝ કરે છે. તે ફેબ્રિકની નરમાઈ શોધી કાઢે છે અને તેને સુરક્ષિત કરવા માટે ધોવા અને સ્પિનના સમયને સમાયોજિત કરે છે.
“સેમસંગમાં અમે એવી ટેક્નોલોજી રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે માત્ર સાહજિક નથી પરંતુ ટકાઉ પણ છે. અમે વિવિધ ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી રેન્જ તૈયાર કરી છે. 11 કિગ્રા ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીન સેગમેન્ટમાં અમારી પ્રથમ રેન્જ અત્યંત ઊર્જા કાર્યક્ષમ છે. ઓટો ડિસ્પેન્સ, એઆઈ વૉશ અને Q-DriveTMજેવી સુવિધાઓ, કપડાં ધોવાના કામને વધુ સરળ બનાવવામાં ફાળો આપે છે”એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસ બિઝનેસના સિનયિર ડિરેક્ટર પુષ્પ બૈશાખિયાએ જણાવ્યું હતું.
“અમને વિશ્વાસ છે કે AI EcobubbleTMવોશિંગ મશીનોની અમારી નવી રેન્જ દ્વારા, સેમસંગ જીવનશૈલીમાં સુધારો કરશે અને આજના ગ્રાહકોના જીવનમાં મૂલ્ય ઉમેરશે”એમ તેમણે જણાવ્યું હતું.
આધુનિક ભારતીય ગ્રાહકો એવા લોન્ડ્રી સોલ્યુશન શોધી રહ્યા છે જે વોશિંગ સાયકલની સંખ્યામાં ઘટાડો કરે, પાણીની બચત કરે અને બેડિંગ્સ/કર્ટેન્સ વગેરે હેવી લોન્ડ્રી માટે પૂરતી જગ્યા ધરાવતા હોય. વોશિંગ મશીનની નવી લોન્ચ કરાયેલ AI EcobubbleTMરેન્જ ગ્રાહકોને લોન્ડ્રી માટે જરૂરી સુવિધા અને વૉશ કેર પૂરી પાડશે.
AI EcobubbleTMવોશિંગ મશીનની નવી રેન્જ તમારા સ્માર્ટફોન પર Samsung SmartThingsએપ દ્વારા ગમે ત્યારે અને ગમે ત્યાં મોનિટર અને નિયંત્રિત કરી શકાય છે. તે હેબિટ લર્નિંગ અને ઇન્ફોર્મેટિવ ડિસ્પ્લે જેવા પર્સનલાઇઝ્ડ ફીચર્સ સાથે આવે છે જે ગ્રાહકની વપરાશની આદતોને યાદ રાખે છે, સાયકલ્સ સૂચવે છે અને સમયસર ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરે છે. Samsung SmartThings સાયકલ, પ્લાનિંગ અને ટ્રબલશૂટિંગ અંગેની સલાહ સહિત વધારાના વૉશ પ્રોગ્રામ ઓફર કરે છે. તે ઓટોમેટિકલી પરફેક્ટ ડ્રાઇંગ કોર્સ પણ પસંદ કરે છે*.
આ નવી લાઇન–અપ SpaceMaxTMtechnologyસાથે આવે છે જે એક્સટર્નલ ડાયમેન્શન વધારવા વિના અંદર વધુ જગ્યા ઊભી કરે છે.
ડિઝાઈન અને કલર્સ
EcobubbleTM સંપૂર્ણપણે ઓટોમેટિક ફ્રન્ટ લોડ વોશિંગ મશીન રેન્જમાં પાછળના કંટ્રોલ પેનલ સાથે આધુનિક ડિઝાઇન હશે અને તે બ્લેક કલરમાં ઉપલબ્ધ હશે.
કિંમત અને ઉપલબ્ધતા
નવી રેન્જ રૂ. 67,990ની કિંમતથી શરૂ થશે અને રૂ. 71,990 સુધી રહેશે જે 7 માર્ચ, 2024થી ઉપલબ્ધ થશે.
પસંદગીના મોડલ્સ સેમસંગના ઓફિશિયલ ઓનલાઇન સ્ટોર Samsung.com, સેમસંગ શોપ એપ, રિટેલ સ્ટોર્સ અને અન્ય ઇકોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
વોરન્ટી અને ઓફર્સ
ડિજિટલ ઇન્વર્ટર ટેક્નોલોજીથી સજ્જ નવા મોડલ્સ 20 વર્ષની વોરંટી ધરાવે છે.
70% સુધીની ઊર્જા બચાવવા માટે AI Ecobubble™
નવા મોડલમાં AI Ecobubble™ છે, જે ખૂબ જ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજી છે જે ડિટર્જન્ટને બબલમાં ફેરવે છે. આ નીચા તાપમાને પણ ઝડપથી કચરાનો નિકાલ કરે છે, 70% જેટલી ઊર્જા બચાવે છે, 24% સુધી માટી દૂર કરવામાં સુધારો કરે છે અને 45.5% વધુ સારી કાપડની સંભાળ પૂરી પાડે છે. AI Ecobubble™ વિવિધ કાપડ અને તેના ગુણધર્મોને ઓળખે છે અને અસંખ્ય ડેટા પેટર્નમાંથી યોગ્ય વોશ સાયકલને શ્રેષ્ઠ બનાવે છે. આ ફેબ્રિક સેન્સિંગ સાથે કપડાંને 20% સુધી સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
વધુ સ્પેસ માટે SpaceMax™ડિઝાઈન
600x850x600 મિમી સાઇઝમાં નવું 11 કિગ્રા વોશિંગ મશીન કોઈપણ જગ્યામાં સરળતાથી ફિટ થઈ શકે છે, જે આજના ગ્રાહકો માટે એક આદર્શ પસંદગી બનાવે છે જેઓ તેમની રહેવાની જગ્યાને ઓપ્ટિમાઇઝ કરવા માગે છે. તેની SpaceMax™ડિઝાઇન અંદર વધુ જગ્યા બનાવે છે જે મોટી લોન્ડ્રી વસ્તુઓને મેનેજ કરવામાં મદદ કરે છે.
ઓછા વોશિંગ ટાઇમ માટે QuickDrive™
અન્ય એક વિશિષ્ટ સુવિધા છે QuickDrive™ જે વોશિંગનો સમય 50% સુધી ઘટાડી શકે છે. અનન્ય
Q-Bubble™ટેક્નોલોજી વધુ વિપુલ પ્રમાણમાં અને શક્તિશાળી બબલ્સ બનાવવા માટે વધારાના વોટર શોટ્સ સાથે ડાયનેમિક ડ્રમ રોટેશનને જોડે છે. આ ડિટર્જન્ટને ઝડપથી પ્રવેશવા અને ઝડપથી અને હળવેકથી ધોવા માટે સક્ષમ બનાવે છે. QuickDrive™બટનનો ઉમેરો તેની એપ્લિકેશનને વધુ સાહજિક અને સરળ બનાવે છે.
કપડાંની કાળજી રાખતું ફેબ્રિક સેન્સિંગ
એઆઈ વૉશ સુવિધા વજનને જાણી લે છે અને લોડના આધારે બેઝિક સાયકલ નક્કી કરે છે. લોડ 2 કિગ્રા કરતાં ઓછો હોવાની તપાસ ઉપરાંત, તે ફેબ્રિકની નરમાઈને પણ શોધી કાઢે છે, જે બબલ્સની માત્રા, મોટરની ઝડપ અને જરૂરી રિન્સિંગની માત્રાને ઓપ્ટિમાઇઝ કરવા માટે ફેબ્રિકની લાક્ષણિકતાઓને ઓળખે છે. વધુમાં તેનું એઆઈ ડ્રાઇંગ ફીચર ડ્રાઇંગ સાયકલ દરમિયાન ફેબ્રિકના મોઇશ્ચર કન્ટેન્ટનું વિશ્લેષણ કરીને યોગ્ય ડ્રાઇંગ પ્રોસેસ પસંદ કરે છે.
QuickDriveTMસાથે સુપરસ્પીડ
લોન્ડ્રીના કામમાં સુપર સ્પીડ લાવી, નવા AI Ecobubble™મોડલ્સ QuickDriveTMટેક્નોલોજીની મદદથી 39 મિનિટમાં ફુલ લોડ વોશ કરે છે. સ્પીડ સ્પ્રેનો ઉપયોગ કરીને રિન્સિંગ ટાઇમ ઓછો કરવામાં આવે છે અને તે સ્પિનની ઝડપને વેગ આપે છે.
ટકાઉપણું
ડિજિટલ ઇન્વર્ટર ટેક્નોલોજી ઓછી ઊર્જાનો ઉપયોગ કરીને વોશિંગ મશીનના શાંત અને વધુ શક્તિશાળી પ્રદર્શન માટે મજબૂત મેગ્નેટનો ઉપયોગ કરે છે. આ AI EcobubbleTMને વધુ ટકાઉ ક્લિનિંગ પાર્ટનર બનાવે છે.
સતત ચાલતું મેઇન્ટેનન્સ
યુઝર્સને ડિટર્જન્ટના ડ્રોઅરમાં ચોંટી ગયેલા અવશેષોને સાફ કરવાનું કંટાળાજનક કામ પણ કરવું નથી પડતું. સ્ટે ક્લીન ડ્રોઅર એ સુનિશ્ચિત કરે છે કે તેની ખાસ ડિઝાઇન કરેલી વોટર ફ્લશિંગ સિસ્ટમમાંથી પાણીના શક્તિશાળી જેટ દ્વારા વધુ ડિટર્જન્ટ ધોવાઇ જાય છે.
*ઓટો સાયકલ લિંક ત્યારે જ ઉપલબ્ધ છે જ્યારે વોશર અને ડ્રાયર બંનેમાં એઆઈ કંટ્રોલ અને વાઇ–ફાઇ જોડાયેલ હોય.