પેરિસ: સેમસંગ દ્વારા પેરિસમાં ગેલેક્સી અનપેક્ડ ખાતે ગેલેક્સી Buds3 and ગેલેક્સી Buds3 Pro સાથે સંપૂર્ણ નવા ગેલેક્સી Z Fold6 અને ગેલેક્સી Z Flip6ની આજે ઘોષણા કરવામાં આવી હતી. નવી ગેલેક્સી Z સિરીઝની રજૂઆત સાથે સેમસંગ દ્વારા અજોડ મોબાઈલ અનુભવની શ્રેણી અભિમુખ બનાવવા માટે ઉત્તમ રીતે તૈયાર કરાયેલા તેના સૌથી બહુમુખી અને સાનુકૂળ ફોર્મ ફેક્ટરનો લાભ લઈને ગેલેક્સી AI દ્વારા નવો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે. ગેલેક્સી AI સંદેશવ્યવહાર, ઉત્પાદકતા અને ક્રિયાત્મકતાના નવા યુગને ગતિ આપવા માટે શક્તિશાળી, બુદ્ધિશાળી અને ટકાઉ ફોલ્ડેબલ અનુભવનો ઉપયોગ કરે છે.
“સેમસંગના ઈનોવેશનના દીર્ઘ ઈતિહાસે ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટર નિર્માણ કરીને અને મોબાઈલ AIના યુગમાં પ્રવેશ કરીને મોબાઈલ અવકાશમાં આગેવાની કરવામાં અમને અભિમુખ બનાવ્યા છે. હવે અમે આ બે કોમ્પ્લીમેન્ટરી ટેકનોલોજીઝને એકત્ર લાવવા અને દુનિયાભરના ઉપભોક્તાઓ માટે નવી શક્યતાઓ ઉજાગર કરવા રોમાંચિત છીએ,” એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે મોબાઈલ eXperience બિઝનેસના પ્રેસિડેન્ટ અને હેડ ટી એમ રોહે જણાવ્યું હતું. “અમારા ફોલ્ડેબલ્સ દરેક ઉપભોક્તાઓની અજોડ જરૂરતોને પહોંચી વળે છે અને હવે ગેલેક્સી AIની શક્તિથી તેને બહેતર બનાવતાં સેમસંગ દ્વારા અગાઉ ક્યારેય નહીં તેવો અનુભવ પ્રદાન કરાઈ રહ્યો છે.”
ગેલેક્સી Z Fold6 અને Z Flip5 આજ સુધીની સુધી સ્લિમ અને હલકી ગેલેક્સી Z સિરીઝ છે, જે પોર્ટેબિલિટી માટે મહત્તમ બનાવવામાં આવી છે. સીધી કોર સાથે ઉત્તમ સિમેટ્રિકલ ડિઝાઈન દેખાવમાં સુંદર સ્લીક ફિનિશ પૂરી પાડે છે, જ્યારે ગેલેક્સી Z Fold6 પર નવો કવર સ્ક્રીન રેશિયો વધુ નૈસર્ગિક બાર-ટાઈપ વ્યુઈંગ અનુભવ પૂરો પાડે છે. તમારી મનની શાંતિ માટે નવીનતમ ગેલેક્સી Z સિરીઝ બહેતર આર્મર એલ્યુમિનિયમ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2થી પણ સમૃદ્ધ છે, જેથી તેને આજ સુધીની સૌથી ટકાઉ ગેલેક્સી Z સિરીઝ બનાવે છે.
ગેલેક્સી Z Fold6 અને Flip6 ગેલેક્સી માટે સ્નેપડ્રેગન® 8 Gen 3 મોબાઈલ પ્લેટફોર્મ સાથે આજ સુધીનું સૌથી આધુનિક સ્નેપડ્રેગન મોબાઈલ પ્રોસેસર છે, જે કક્ષામાં ઉત્તમ CPU, GPU અને NPU પરફોર્મન્સને જોડે છે. ગેલેક્સી Z Fold6 શ્રેણીબદ્ધ AI-પાવર્ડ ફીચર્સ અને ટૂલ્સ ઓફર કરે છે, જેમ કે, નોટ આસિસ્ટ, PDF ઓવરલે ટ્રાન્સલેશન, કમ્પોઝર, સ્કેચ ટુ ઈમેજ અને ઈન્ટરપ્રીટર, જે વિશાળ સ્ક્રીન મહત્તમ બનાવે છે અને ઉત્પાદકતા નોંધપાત્ર રીતે વધારે છે.
ગેલેક્સી Z Fold6 પરફોર્મન્સ જાળવી રાખીને લાંબા સમય સુધી ગેમિંગની ક્ષમતા માટે તેના શક્તિશાળી ચિપસેટ અને 1.6x લાર્જર વેપર ચેમ્બર દ્વારા પાવર્ડ અપગ્રેડેડ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. ગેલેક્સી Z Flip6 ફક્ત પોર્ટેબિલિટી માટે મહત્તમ નથી, પરંતુ તે નવા કસ્ટમાઈઝેશન અને ક્રિયેટિવિટી ફીચર્સ પ્રદાન કરે છે, જેથી તમે દરેક અવસરનો મહત્તમ લાભ લઈ શકો છો. 3.4-ઈંચ સુપર AMOLED ફ્લેક્સ વિંડો ફરી એક વાર વધુ બહેતર બનાવાઈ છે, જેથી ડિવાઈસ ખોલ્યા વિના AI-આસિસ્ટેડ ફંકશન્સ અભિમુખ બનાવે છે. ઉપરાંત ફ્લેક્સવિંડો અગાઉ કરતાં વધુ વિજેટ્સ ઓફર કરે છે અને તમને ઘણા બધા વિજેટ્સમાંથી સાગમટે માહિતી તપાસવાની અનુકૂળતા આપે છે.
ફ્લેક્સકેમ અત્યંત બહુમુખી કેમેરા અનુભવ પ્રદાન કરે છે અને નવા ક્રિયાત્મક વિકલ્પો ઉજાગર કરે છે. નવા ઓટો ઝૂમ સાથે ફ્લેસકેમ આપોઆપ સબ્જેક્ટનો શોધીને અને કોઈ પણ જરૂરી સમાયોજન કરવા પૂર્વે અંદર અને બહાર ઝૂમિંગ કરીને તમારા શોટ માટે ઉતતમ ફ્રેમિંગ શોધી કાઢે છે. આમ, તમને શોટ લેવા સમયે તમારા ફ્રેન્ડ્સ અથવા અતુલનીય પાર્શ્વભૂ વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી. આ બધું જ હેન્ડ્સ-ફ્રી છે. નવાં 50MP વાઈડ અને 12MP અલ્ટ્રા-વાઈડ સેન્સર્સ પિક્ચર્સમાં સ્પષ્ટ અને બારીકાઈભરી વિગતો સાથે અપગ્રેડેડ કેમેરા અનુભવ પૂરો પાડે છે. નવું 50MP સેન્સર અવાજ- મુક્ત ફોટો માટે 2x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરે છે, જ્યારે આધુનિક શૂટિંગ અનુભવ માટે 10x સુધી ઝૂમ સાથે AI ઝૂમ પ્રદાન કરે છે.
તમે હાર્ડવેર અને સોફ્ટવેર મહત્તમીકરણ દ્વારા શક્ય બનાવવામાં આવેલા લાંબા ઉપયોગ સમય સાથે બેટરીના આયુષ્યની ચિંતા કર્યા વિના ગેલેક્સી Z Flip6ના સર્વ ક્રિયેટિવ અને કસ્ટમાઈઝેબલ ફીચરનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો. સેમસંગ નોક્સ, સેમસંગ ગેલેક્સીનું ડિફેન્સ ગ્રેડ, મહત્ત્વપૂર્ણ માહિતીનું રક્ષણ કરવા માટે અને મલ્ટી- લેયર સિક્યુરિટીનું રક્ષણ કરવા માટે અને એન્ડ-ટુ-એન્ડ હાર્ડવેર સાથે ખતરાઓ સામે રક્ષણ, અસલ સમયમાં ખતરાની શોધ અને એકત્રિત રક્ષણ કરવા માટે મલ્ટી-લેયર સિક્યુરિટી પ્લેટફોર્મ સાથે સંરક્ષિત ગેલેક્સી Z Fold6 અને Flip6 નિર્માણ કરાયા છે.