પ્રોફાઈલ માં ખોટી માહિતી બદલ સેમ્સોનાઇટના સીઈઓની હકાલપટ્ટી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
FILE PHOTO: The logo of Samsonite is seen in a shop in downtown Rome, Italy March 4, 2016. REUTERS/Max Rossi/File Photo

દુનિયાની અગ્રગણીય લગેજ મેકિંગ કંપની સેમસોનાઈટ એક નવા કારણ થી ચર્ચા નો વિષય બની છે. આ કંપની મુખ્યત્વે પોતાની બેગ, યુટીલીટી અને લગેજ બનાવવા માટે જાણીતી છે.

પરંતુ દ્વારા તેના સી ઈ ઓ રમેશ ટાઈનવાલાની હકાલપટ્ટી કરવા માં આવી છે. તેઓ ઉપર આરોપ હતો કે તેઓ દ્વારા તેમની પ્રોફાઈલ માં અપાયેલ માહિતી ખોટી છે. તેઓ ઉપર તેમના એકેડમિક ડેટા ખોટા આપ્યા હોવાનો આરોપ મુકવાના આવ્યો હતો અને તેના કારણે કંપની અને શેર હોલ્ડર દ્વારા તેમને નિષ્કાશીત કરવા માટે દબાણ થયું હોવાનું ચર્ચા માં છે.

સામાન્ય રીતે ઉચ્ચ મેનેજમેન્ટ જોબમાં જોઈનીંગ પછી ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટની પુરી તાપસ થતી હોય છે. પરંતુ આવી ભૂલ સામે આવવા થી કંપની અને તેની માર્કેટ ઇમેજ પર નકારાત્મક છાપ ઉભી થાય છે.

TAGGED:
Share This Article