ભારતીય કંપનીના કફ-સિરપ પીવાના કારણે આફ્રિકન દેશ ગામંબીયામાં ૬૬ બાળકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ બાદ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝશન દ્વારા એક તરફ હરિયાણા અને હિમાચલમાં આ પ્રકારના કફ સિરપ બનાવતી કંપનીઓ પર દરોડા પાડીને તેમના ઉત્પાદનની તપાસ શરુ કરી છે. તો બીજી તરફ દેશમાં ૪૫ જેટલી દવાઓના સેમ્પલ ગુણવતાની દ્રષ્ટિએ નિષ્ફળ ગયા હોવાનો ધડાકો થયો છે અને તેમાં સૌથી વધુ વપરાતી પેરાસીટામોલનો પણ સમાવેશ થાય છે. ‘ધ ટ્રીબ્યુન’ અખબારના રિપોર્ટ મુજબ આ વર્ષે મે માસમાં આસિ.
ડ્રગ્સ કંટ્રોલ એન્ડ લાયસન્સીંગ ઓથોરિટી નવી દિલ્હીએ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટીકલ લીમીટેડની સામે તપાસ શરુ કરી હતી. જેમાં બ્લડપ્રેસર માટે ઉપયોગમાં લેવાતી Telmisartan ને શંકાસ્પદ ગણાવાઇ હતી અને આ કંપનીના Ofloxacin Ormdazoe એન્ટી બાયોટીકના સેમ્પલ પણ નિષ્ફળ ગયા હતા.
ચંદીગઢ સ્થિત દવાની કંપની એન્ટી બાયોટીક બેકટેરીયલ એન્ડો ટોક્સીન્સ અને સ્ટરીલીટીમાં પાસ થયાની હાલમાં જ હિમાચલ પ્રદેશમાં કાલા એમબીએની નિક્સી લેબોરેટરી પણ તપાસના દાયરામાં છે. તેની એક દવા Anaesthesia Propofla ની ગુણવત્તાની તપાસ પણ નેગેટીવ આવી હતી. પાંચ લોકોના મૃત્યુ બાદ આ દવા સામે તપાસ શરુ થઇ હતી અને આ દર્દીઓને સર્જરી પહેલા બેહોશી માટે આ દવા આપવામાં આવી હતી. આવી જ રીતે એએનજી લાઇફ સાયન્સ ઉપરાંત એલ્કો ફોમ્યુલેશન, ટીએનજી મેડીકેરના પેરાસીટામોલના સેમ્પલ પણ ફેઇલ ગયા હતા. અને આ યાદીમાં કુલ ૪૫ દવાઓના સેમ્પલ નિષ્ફળ હવે તેની સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.