વડોદરાની ૫ મોટી રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન લેવાયેલા ખાદ્ય સામગ્રીના નમૂના ફેઈલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વડોદરામાં આરોગ્ય વિભાગે લીધેલા ખાદ્ય વસ્તુનાં સેમ્પલ ફેઈલ થયા છે. એપ્રિલ, મે અને જૂન માસમાં લેવાયેલા સેમ્પલમાંથી ૧૯ નમૂના ફેઈલ થયા છે. આરોગ્ય વિભાગના ખોરાક શાખાએ ૩૦૦થી વધુ સેમ્પલ લીધા હતા. પનીર, ચટણી, કપાસિયા તેલ, આઈસ્ક્રીમ, તુવેર દાળ સહિતના સેમ્પલ ફેઈલ થયા છે. વડોદરા શહેરની ૫ મોટી રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન લેવાયેલા ખાદ્ય સામગ્રીના નમૂના નાપાસ થયા છે. આ ખુલાસો લેબ ટેસ્ટિંગ રિપોર્ટમાં થયો છે. આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોમાં આવેલી રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાંથી સેમ્પલ લીધા હતા અને લેબ તપાસ માટે મોકલ્યા હતા.

આરોગ્ય વિભાગે ૧૯ ખાદ્ય વસ્તુના લીધેલા નમૂનામાંથી ૧૦ નમૂના ફેઈલ થયા છે. જેમાં પનીર, ચટણી, કપાસિયા તેલ, આઇસ્ક્રીમ, તુવેર દાળનો સમાવેશ થાય છે. જ્યારે શહેરના વાઘોડીયા રોડ, છાણી અને મકરપુરાની ૫ રેસ્ટોરન્ટમાંથી લીધેલા નમૂના પણ નિષ્ફળ રહ્યા છે. પ્રોટીન માટે ખવાતું પનીર હોય કે, ઠંડક માટે ખવાતો આઇસક્રીમ, સ્વાદ માટે ખવાતી ચટણી હોય કે પછી નાસ્તામાં ખવાતા ફરસાણ, આ તમામ ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ થયુ છે.

Share This Article