સલમાનની દબંગ-૩ ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :   સલમાન ખાનની દબંગ-૩ ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. સૌથી પહેલા ફિલ્મના ટાઇટલ ટ્રેકનુ શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. જેમાં સલમાન ખાન ડાન્સ કરતો નજરે પડી રહ્યો છે. બીજી બાજુ શુટિંગને લઇને એક વિડિયો સપાટી પર આવતા તેની ચર્ચા જાવા મળી રહી છે. એમ માનવામાં આવે છે કે સલમાન ખાન આઈ ગીતને ભવ્ય બનાવવા માટે ઇચ્છુ હતો. જેથી બેક અપમાં ૫૦૦ ડાન્સરોને સામેલ કરવામાં આવ્યા હતા. સલમાન ખાને ટ્વિટ કરીને નર્મદાના ખુબસુરત ઘાટની માહિતી આપી છે.

આ વિડિયોમાં તે ઘાટના કિનારે ડાન્સ કરતા નજરે પડી રહ્યો છે. સલમાન ખાનની સાથે બેક ગ્રાઉન્ડસમાં અનેક ડાન્સરો છે. પ્રાપ્ત માહિતી મુજબ સલમાન ખાનની ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે અભિનેત્રી તરીકે સોનાક્ષી સિંહા જ છે. સોનાક્ષી અગાઉની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જેથી ફિલ્મને લઇને ભારે ચર્ચા છે. મધ્યપ્રદેશના મંડલેશ્વર વિસ્તારમાં શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. અહીં તેના દાદા પોલીસના પોસ્ટ પર હતા.

ફિલ્મમાં સલમાન ખાન પણ પોલીસના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મને ૩૧મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. અગાઉની દંબગ સિરિઝની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહ્યા બાદ નવી ફિલ્મને લઇને આશા છે. સલમાન ખાન અગાઉની ફિલ્મોમાં છવાઇ ગયો હતો. અગાઉની સિરિઝની ફિલ્મમાં આઇટમ સોંગ પણ કરવામાં આવ્યા છે. આ વખતે આઇટમ સોંગ કોણ કરશે તે અંગે હજુ સુધી કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી. જો કે મલાઇકા આરોરા ખાન તો નથી તે બાબત તો જાહેર કરવામાં આવી ચુકી છે.

Share This Article