સલમાન પર બનશે બાયોપિક ?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તાજેતરમાં જ સલમાન ખાનને કાળિયાર કેસમાં 5 વર્ષ કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી, જોકે ઇજાનને જામીન મળી ગયા છે અને બોલિવુડમાં સલમાનના લીધે કોઇ બ્રેક નહી આવે. થોડા સમય પહેલા એવો રુમર્સ વહેતા થયા હતા કે સંજય દત્ત બાદ હવે સલમાનની પણ બાયોપિક બનશે. હવે જો ખરેખર સલ્લુ મિયાની બાયોપિક બને તો સલમાનનું પાત્ર કોણ ભજવે તેના ઉપર સવાલ ઉભા થાય.

આ બાબતે વરુણ ધવને ખુલાસો કર્યો હતો કે સલમાન ખાનની હજૂ એટલી ઉંમર નથી થઇ કે તેમના પર બાયોપિક બનાવામાં આવે, અને જો બાયોપિક બને પણ છે તો સલમાન ખાન પોતે જ તે પાત્રને ન્યાય આપી શકે, કારણકે સલમાન ખાનના જૂતામાં કોઇ પગ ના નાંખી શકે. વરુણ ધવન સલમાન ખાનથી ખૂબ નજીક છે, તેણે સલમાનની ફિલ્મ જુડવાની રિમેકમાં પણ કામ કર્યુ છે.

જ્યારે સલમાનની બાયોપિક વિશે વરુણને પૂછવામાં આવ્યુ ત્યારે વરુણે કહ્યુ કે તેને એવુ લાગે છે કે સલમાન હજૂ જવાન છે. હજૂ સલમાનની ઉંમર બાયોપિક બનાવવા જેટલી નથી થઇ. જુડવા-2 દરમિયાન જ્યારે વરુણે સલમાનને અંકલ કહ્યુ હતુ ત્યારે સલમાને વરુણને જવાબ આપ્યો હતા કે ડોન્ટ કોલ મી અંકલ, કોલ મી ભાઇ. આ સિવાય સલમાને તેનું જીન્સ પણ વરુણને ગિફ્ટ કર્યુ હતુ, જેનો ઉપયોગ વરુણે જુડવા-2માં કર્યો છે.

વરુણની નવી ફિલ્મ ઓક્ટોબર જલ્દી જ રિલીઝ થવાની છે, વરુણે તેની ફિલ્મ ઓક્ટોબર માટે કહ્યુ હતુ કે આ ફિલ્મ સાથે જોડાવુ તે એક ઉપલબ્ધિ જેવું છે. હવે આવનારી ફિલ્મ વરુણના જીવનમાં શું નવીનતા લાવે છે તે જોવું રહ્યું.

Share This Article