સલમાન ખાન એક એવુ નામ છે. સલમાન ખાનની નવી ફિલ્મ રેસ-3 શુક્રવારે રિલીઝ થઇ છે. જેને જોવા માટે દર્શકોએ ભીડ જમા કરી દીધી છે. દરેક વખતની જેમ સલમાનના ફેન્સ આ વખતે પણ તેની ફિલ્મ જેવા માટે આતુર હતા. પ્રિ બુકિંગ જ એટલુ થઇ ગયુ હતું કે લોકોને થિયેટરની બહાર ઉભા રહીને ટિકીટ મળવી મુશ્કેલ થઇ જાય. પાગલ ફેન્સના અમુક એવા કારનામા સામે આવ્યા છે કે, જેને જોઇને તમને લાગશે કે સલમાન ખાન એ ફક્ત માણમસ નથી પરંતુ ભગવાન છે.
મુંબઇના કેટલાક સિનેમાઘરોની સામે સલમાનની ફિલ્મના નારા લગાવવામાં આવી રહ્યાં છે. સલમાનના મોટા મોટા પોસ્ટર લગાવવામાં આવી રહ્યાં છે. સલમાનની ભક્તિમાં લીન થઇ ગયા છે. સલમાનને ભગવાન બતાવીને તેના ફેન્સે સલમાનના પોસ્ટર પર હાર ચડાવ્યા છે. ફક્ત આટલું જ નહી લોકો થિયેટરના ધાબા સુધી પણ પહોંચી ગયા છે. ફિલ્મના પોસ્ટરની સામે નારિયેળ ફોડવામાં આવી રહ્યા છે. બોલિવુડમાં આવુ ગાંડુ ફેનક્લબ કોઇ બીજાસ્ટારનું નથી. હવે તે નિર્ણય કરવો મુશ્કેલ થઇ ગયો છે કે સલમાન ખાનના ફેન્સ છે કે ભક્ત.
સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો, ગળાના ભાગે 10 સે.મી.નો ઘા? જાણો હવે કેવી છે તબિયત
જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પા વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા...
Read more