સલમાન ટાઈગર ૩ ડિસેમ્બરમાં રિલીઝ કરવા મક્કમ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સલમાન ખાનની બહચર્ચિત ફિલ્મ ટાઈગર ૩માં શાહરૂખ ખાનના કેમિયોની વાતો ઘણાં સમયથી ન્યૂઝમાં છે. આ ફિલ્મમાં શાહરૂખ પઠાણના કેરેક્ટરમાં જાેવા મળશે. અગાઉ જૂન મહિનામાં શૂટિંગનો પ્લાન હતો, પરંતુ હવે સલમાન ખાને વધુ બે મહિના રાહ જાેવી પડે તેવી સ્થિતિ છે.  શાહરૂખ અને સલમાનને એક ફિલ્મમાં સાથે જાેવા માટે બંનેના ફેન્સ ઉત્સુક છે.

શાહરૂખ ખાન પઠાણથી કમબેક કરી રહ્યા છે અને સલમાન-કેટરિનાની ટાઈગર ૩ના સ્ટન્ટ-એક્શન વિષે ઘણું કહેવાયું છે. ટાઈગરમાં શાહરૂખ અને પઠાણમાં સલમાન ખાન કમિયો શૂટ કરવાના છે. શાહરૂખ ખાન પોતાના કેમિયોના શૂટિંગમાં ઘણું મોડું કરી રહ્યા છે. અપકમિંગ ફિલ્મ ડંકી માટે તેમણે પોતાનું આખું ટ્રાન્સફોર્મેશન કરાવી લીધું છે અને ત્યારબાદ એટલીની ફિલ્મ શૂટ કરવાની છે.

જેના માટે શાહરૂખને વધારે સમય જાેઈએ છે, પરિણામે જૂન મહિનામાં પ્લાન થયેલા શૂટિંગમાં વધુ એક તારીખ પડી છે. સલમાન ખાનની વાત કરીએ તો તે અત્યારે કભી ઈદ કભી દિવાલીના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં સલમાનની સાથે પૂજા હેગડે, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ પણ છે. સલમાનના બે ભાઈનો રોલ કરવા માટે જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમને ફાઈનલ કરાયા હોવાનું પણ કહેવાય છે.

ફિલ્મની કાસ્ટમાં મોટા પાયે ફેરફારો અને સેટના લોકેશનમાં ફેરફાર કરવા છતાં સલમાન ખાન કોઈપણ ભોગે ડિસેમ્બર મહિનામાં તેને રિલિઝ કરવા મક્કમ છે.

Share This Article